પોરબંદરની સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે“નારી વંદન ઉત્સવ” અંતર્ગત બેટી બચાવો-બેટી ભણાવો દિવસની ઉજવણી
પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા બેટી બચાવો-બેટી ભણાવો દિવસ નિમિત્તે સ્વામિનારાયણ હાઈસ્કૂલ, પોરબંદર ખાતે POCSO Act અંગે જાગૃતિ કાર્યક્રમ અને મેન્સ્ટ્
પોરબંદરની સ્વામિનારાયણ હાઈસ્કૂલ         ખાતે“નારી વંદન ઉત્સવ” અંતર્ગત બેટી બચાવો-બેટી ભણાવો દિવસની ઉજવણી.


પોરબંદરની સ્વામિનારાયણ હાઈસ્કૂલ         ખાતે“નારી વંદન ઉત્સવ” અંતર્ગત બેટી બચાવો-બેટી ભણાવો દિવસની ઉજવણી.


પોરબંદરની સ્વામિનારાયણ હાઈસ્કૂલ         ખાતે“નારી વંદન ઉત્સવ” અંતર્ગત બેટી બચાવો-બેટી ભણાવો દિવસની ઉજવણી.


પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના નારી વંદન

ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા બેટી બચાવો-બેટી ભણાવો દિવસ નિમિત્તે સ્વામિનારાયણ

હાઈસ્કૂલ, પોરબંદર ખાતે POCSO Act અંગે જાગૃતિ કાર્યક્રમ અને મેન્સ્ટ્રુઅલ હાઈજીન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ

વિદ્યાર્થીનીઓમાં બાળકોને જાતીય શોષણથી સુરક્ષિત રાખવા માટેના POCSO Act અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ માસિક સ્વચ્છતા, વ્યક્તિગત આરોગ્ય અને સ્વચ્છ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવાનો હતો.

આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ POCSO Actની મહત્વપૂર્ણ જોગવાઈઓ, બાળકોની સુરક્ષા,

સાવચેતીના ઉપાયો તથા જરૂરિયાતના સમયે ઉપલબ્ધ

સહાય સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ માસિક સ્વચ્છતાનું મહત્વ સમજાવી Menstrual

Hygiene Kitના યોગ્ય ઉપયોગ અંગે પણ માર્ગદર્શન પૂરું

પાડ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા

એકમ દ્વારા બાળ સુરક્ષા સંબંધિત વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

સંકલ્પ (District Hub for Empowerment of Women - DHEW) દ્વારા મહિલા સશક્તિકરણ માટેની સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન

આપવામાં આવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન

દ્વારા મહિલાઓને ઉપલબ્ધ સહાય અને સેવાઓ અંગે પણ વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં

આવી હતી.

કાર્યક્રમમાં સ્વામિનારાયણ હાઈસ્કૂલના

શિક્ષકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં

વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને

બાળ અધિકારી શ હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ DHEW ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં

સુરક્ષા, સ્વચ્છતા, આરોગ્ય અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ

પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande