

પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસની SHE ટીમદ્વારા ચામ
ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાંસાયબર અવેરનેસ અને વિદ્યાર્થીસુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોહતો. જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ તથાશહેર વિભાગના નાયબ પોલીસઅધિક્ષક ઋતુરાબાની સૂચના અનુસારયોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાપોલીસ સ્ટેશનના PI આર. જે. રામ, PSI એ. સી. નિમાવત અને પોલીસકોન્સ્ટેબલ વર્ષાબેને આશરે 60 વિદ્યાર્થીઓને વિવિધ સુરક્ષા વિષયો પરમાર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનેગુડ ટચ-બેડ ટચ, બાળકોની સુરક્ષાસંબંધિત POCSO કાયદો, ચાઇલ્ડહેલ્પલાઇન 1098,
સાયબર ફ્રોડમાટેની હેલ્પલાઇન 1930, તેમજઇમરજન્સીમાં 112 નંબરનો ઉપયોગકેવી રીતે કરવો તેની વિગતવાર માહિતીઆપવામાં આવી હતી. ઉપરાંત અજાણીવ્યક્તિઓથી સાવચેત રહેવું, કોઈહેરાન-પરેશાન કરે તો તરત જ માતા-પિતા અથવા શિક્ષકોને જાણ કરવી અનેસોશિયલ મીડિયા પર સાવચેતી રાખવાઅંગે પણ સમજ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીનીઓને શાળા-કોલેજેઆવતા-જતા સમયે પોતાની સુરક્ષાકેવી રીતે જાળવવી, રોડ રોમિયો અનેછેડતી જેવી ઘટનાઓ સામે કેવી રીતેસતર્ક રહેવું તેમજ મહિલા હેલ્પલાઇન 181 સહિત પોલીસની વિવિધ સહાયસેવાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાંઆવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકનિયમોના પાલન અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયાપ્લેટફોર્મનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya