બોટાદ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાનનો પ્રારંભ
બોટાદ, 06 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભારત સરકારના ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત દસ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્
નશા મૂકત અભિયાનનો પ્રારંભ


બોટાદ, 06 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભારત સરકારના ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત દસ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બી.કે. રાજ્યોગિની નીતા દીદીના અધ્યક્ષસ્થાને વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો.

આ પ્રસંગે બી.કે. નીતા દીદીએ જણાવ્યું હતું કે 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર દેશમાં આ વિશાળ જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યસ્મૃતિને સમર્પિત આ અભિયાનનો મુખ્ય હેતુ 10 કરોડથી વધુ નાગરિકો અને યુવાનોને નશામુક્તિનો સંકલ્પ કરાવવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજયોગ ધ્યાન દ્વારા સકારાત્મક જીવનશૈલી અપનાવી સમાજને વ્યસનમુક્ત બનાવવા તેમજ સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન બી.કે. વર્ષાબહેને ઉપસ્થિત સૌને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

કાર્યક્રમમાં બોટાદ નગરપાલિકાના પ્રમુખ અશ્વિન ખસિયા, ડૉ. હિરલ અણઘણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ગોરધન મેર, પૂર્વ પ્રમુખ રેખા ડુંગરાણી, લાલજી પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ સમાજમાંથી નશાનું દૂષણ દૂર કરવા અને યુવાનોને સદ્માર્ગે દોરવા માટે સૌએ મળીને કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કાર્યક્રમનો સમાપન નશામુક્ત, સ્વસ્થ અને સંસ્કારી ભારતના સંકલ્પ સાથે થયો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande