જામનગરમાં મિત્રતામાં 10 લાખનો દગો : ચેક રિટર્ન થતાં આરોપીને 1 વર્ષની સજા
જામનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : પૈસાની જરૂરિયાત વખતે મદદ કરનાર મિત્રને જ દગો આપવો રાજકોટના એક શખ્સને ભારે પડ્યો છે. જામનગરની સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટે રૂ. 10 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે. ફરિયાદી ભરતસિંહ બળવં
ચુકાદો


જામનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : પૈસાની જરૂરિયાત વખતે મદદ કરનાર મિત્રને જ દગો આપવો રાજકોટના એક શખ્સને ભારે પડ્યો છે. જામનગરની સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટે રૂ. 10 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

ફરિયાદી ભરતસિંહ બળવંતસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લાના ધોળીધાર (તા. જામકંડોરણા)ના રહીશ જમન ઉકાભાઈ કાછડિયા (રેતી લીઝ તેમજ જમીન દલાલ) વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી. આરોપી જમને પોતાના ધંધાના વિકાસ અને અંગત આર્થિક જરૂરિયાત માટે ફરિયાદી ભરતસિંહ પાસે થી રૂ. 10 લાખ હાથ-ઉછીના લીધા હતા. જેની પરત ચુકવણી પેટે આરોપીએ ચેક આપ્યો હતો. જે ચેક નાણાના અભાવે બેંકમાંથી પરત ફર્યો હતો.

આથી ભરતસિંહ જાડેજાએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ મુજબ જામનગરની સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરી હતી. આ કેસ ચાલી જતા, ફરિયાદી પક્ષે રજૂ થયેલા પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી જમન કાછડિયાને 1 વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને રૂ. 10 લાખ ચૂકવવા આદેશ કર્યો છે. જો આરોપી આ રકમ ન ચૂકવે તો તેને વધુ 3 માસની સજા ભોગવવી પડશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande