દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન બાળકોની કિલકારીથી ગુંજી ઉઠ્યું,નવનિર્મિત અદ્યતન કલરવ (ઘોડિયા ઘર)નો પ્રારંભ
દ્વારકા/અમદાવાદ,06 ઓગસ્ટ (હિ.સ.) સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના નાનાં બાળકોની ચિંતા વિના નિષ્ઠાપૂર્વક કામગીરી કરી શકે તેવા હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન, જામખંભાળિયાના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નવનિર્મિત કલરવ'' (ઘ
, the newly constructed state-of-the-art Kalrav (Ghodiya Ghar) was inaugurated


દ્વારકા/અમદાવાદ,06 ઓગસ્ટ (હિ.સ.) સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના નાનાં બાળકોની ચિંતા વિના નિષ્ઠાપૂર્વક કામગીરી કરી શકે તેવા હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન, જામખંભાળિયાના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નવનિર્મિત કલરવ' (ઘોડિયા ઘર)નો જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર રાજેશ તન્નાની પ્રેરણાથી અને નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુના પ્રયાસોને પરિણામે શરૂ કરાયેલા 'કલરવ' ઘોડિયા ઘરનો મુખ્ય હેતુ સરકારી કર્મયોગીઓને પરિવારમૈત્રી અને અનુકૂળ કાર્યપરિવેશ ઉપલબ્ધ કરાવવાનો છે. ઘોડિયા ઘરના પ્રારંભ સાથે જિલ્લા સેવા સદનનું પરિસર બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું હતું.

ઘોડિયા ઘરને બાળકો માટે સુરક્ષિત, સ્વચ્છ અને આનંદમય બનાવવા રંગબેરંગી ચિત્રો, ઘોડિયાં, વિવિધ રમકડાં તથા બાળમિત્ર સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. અહીં બાળકોની સાર-સંભાળ માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પહેલ સરકારના સંવેદનશીલ અને માનવીય અભિગમને પ્રતિબિંબિત કરે છે. સાથે જ સરકારી કર્મયોગીઓ, ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે કાર્ય અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવામાં સહાયક બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande