
ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ રાજયમાં દરીયાઇ સુરક્ષા સઘન બનાવવા, દરીયાઇ સરહદ ધરાવતા જિલ્લાઓમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ તેમજ પોલીસ વિભાગ દ્વારા ફીશરમેન વોચગ્રુપ/અવરનેશ કાર્યક્રમોનું આવરનવાર આયોજન કરવામાં આવતું હોય છે.
જે અંતર્ગત ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક ઓના અધ્યક્ષ સ્થાને વેરાવળ ભીડીયા કેવટ ભુવન ખારવા સમાજ વાડી ખાતે ફીશરમેન વોચ ગ્રુપ/અવરનેશ દરીયાઇ સુરક્ષા જાળવવા ના હેતુસર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જીલ્લા પોલીસ અધિક્ષક દ્રારા આ કાર્યક્રમમાં લશ્કર-એ-તાયેબા દ્વારા ચાલી રહેલ અંડર વોટર ટ્રેનિંગ વિશે વિડીયોનાં માધ્યથી સમજાવેલ અને કોઇ અજાણ્યા ઈસમો દરિયાઈ માર્ગે અજાણ્યા ઈસમો કોઇ અજાણી બોટ જોવા મળે થી સુરક્ષા એજેન્સીઓને જાણ કરવી, અજાણ્યા ઈસમોને દરીયા અંદર બોટમાં પ્રવેશ આપવો નહીં, તેમજ રજીસ્ટ્રેશન વગરની બોટ લઇ જવી નહીં, તમામ ફીશરમેન/માછીમારો તથામાછીમારોનાં સંસ્થાના પ્રમુખો સાથે પોલીસ અધિક્ષકદ્વારા સુરક્ષાને લગત લોક સંવાદો કરવામાં આવેલ આ માછીમારો સાથે રૂબરૂ લોકસંવાદ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં ફીશરમેન તેમજ આગેવાનો હાજર રહેલ હતા.
દરેકે દરીયાઇ સુરક્ષા બાબતે, ખુલ્લા મને લોક સંવાદ કરવામાં આવેલ, આ કાર્યક્રમ દરમ્યાન દરીયાઇ સુરક્ષાને લગત વિવિધ એજન્સીઓના વડા ઓ હાજર રહેલ હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાઇ ફીશરમેન/માછીમારો રાષ્ટ્રની સુરક્ષામાં દરીયાઇ સુરક્ષા એજન્સીઓને સહકાર આપી આંતકવાદ તેમજ દેશદ્રોહી પ્રવુતિ રોકવામાં પોલીસને મદદરૂપ થાય અને દરીયાઇ સુરક્ષા રાષ્ટ્ર પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા સમાજમાં સુરક્ષા અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ