સાયબર ફ્રોડના ભોગ બનનાર 22 વ્યક્તિઓને ફ્રોડની રકમ પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 06 ઓગસ્ટ (હિ.સ.) : હાલના સમયમાં ભણેલા ગણેલા લોકોને અવનવી સ્કીમો તેમજ લોભામણી લાલચો આપી છેતરી રૂપિયા પડાવવાના સાયબર ફોડના બનાવો મોટા પ્રમાણમાં બની રહેલ હોય જે અનુસંધાને જીલ્લામાં કોઈ સાથે નાણાકિય ફોડ ન થાય અને સાયબર ફ્રોડના બનાવો અંગે લ
સાયબર ફ્રોડના ભોગ બનનાર 22 વ્યક્તિઓને ફ્રોડની રકમ પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 06 ઓગસ્ટ (હિ.સ.) : હાલના સમયમાં ભણેલા ગણેલા લોકોને અવનવી સ્કીમો તેમજ લોભામણી લાલચો આપી છેતરી રૂપિયા પડાવવાના સાયબર ફોડના બનાવો મોટા પ્રમાણમાં બની રહેલ હોય જે અનુસંધાને જીલ્લામાં કોઈ સાથે નાણાકિય ફોડ ન થાય અને સાયબર ફ્રોડના બનાવો અંગે લોકોમાં જાગૃતતા લાવી આવા બનાવો બનતા અટકાવવા તેમજ આવા ફ્રોડના બનાવો આચરનાર ઇસમો વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.પીઠીયા નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં બનતા સાયબર ફોડના બનાવો અંગેની તપાસ થવા સારૂ પોતાની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરેલ જે અનુસંધાને અત્રે પો.સ્ટે. ખાતે એન.સી.સી.આર.પી. પોર્ટલના માધ્યમથી આવેલ તા.૦૧/૦૭/૨૦૨૬ થી તા.૩૧/૦૭/૨૦૨૬ સુધીની અરજીના અરજદાર સાથે ઓનલાઇન પૈસાનુ ઇન્વેસ્ટમેન્ટ, કસ્ટમર કેર કોલ, ક્રેડીટ કાર્ડ-ડેબીટ કાર્ડ પ્રોસેસ, ઓનલાઇન ટાસ્ક ગેમ, ઓનલાઇન લોન અપ્લિકેશન, ઓનલાઇન શોપિંગ, આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ, ફેક કોલ, UPI રિલેટેડ કોલ, ઓનલાઇન જોબ ફોડ વગેરે જેવા અલગ-અલગ સાયબર ક્રાઇમના ભોગ બનનાર 22 અરજદારને પરત અપાવેલ છે.

જે અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ દ્વારા બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ કરતા ટીમના સ્ટાફને જરૂરી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી પોતાની સીધી દેખરેખ હેઠળ લાગુ પડતી એજન્સીઓ/કચેરીઓ તરફ ઇ-મેઇલ તથા પત્ર વ્યવહાર કરી કરાવી તેમજ અરજદારો જે બેન્કમાં ખાતુ ધરાવે છે તે બેન્ક સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરતા અરજદારની અમુક રકમ પરત અપાવી તથા અમુક અરજદાર નાઓની ડેબીટ થયેલ અમુક રકમ બેન્કમાં હોલ્ડ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande