GHCL ફાઉન્ડેશનના સહયોગથી, 120 આંગણવાડી વર્કર બહેનોને બાળશિક્ષણ અને સર્વાંગી વિકાસ અંગે તાલીમ
ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ બાળશિક્ષણને વધુ ગુણવત્તાસભર, આનંદમય અને સર્જનાત્મક બનાવવાના હેતુથી GHCL ફાઉન્ડેશનના સહયોગથી સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા દ્વારા સંચાલિત ''વિદ્યાજ્યોત'' પ્રોજેક્ટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ના સુત્રાપાડા ના
GHCL ફાઉન્ડેશનના સહયોગથી


ગીર સોમનાથ 6 ઓગસ્ટ (હિ.સ.)

ગીર સોમનાથ બાળશિક્ષણને વધુ ગુણવત્તાસભર, આનંદમય અને સર્જનાત્મક બનાવવાના હેતુથી GHCL ફાઉન્ડેશનના સહયોગથી સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થા દ્વારા સંચાલિત 'વિદ્યાજ્યોત' પ્રોજેક્ટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ના સુત્રાપાડા ના આંગણવાડી વર્કર બહેનો ના વેરાવળના આંગણવાડી વર્કર બહેનો તેમજ તાલાલાના આંગણવાડી વર્કર બહેનો માટે ત્રણ તાલુકાની કુલ 120 આંગણવાડી વર્કર બહેનો માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કાર્યકરોને પ્રારંભિક બાળશિક્ષણની આધુનિક પદ્ધતિઓથી પરિચિત કરાવવાનો તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે અસરકારક શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.

તાલીમ દરમિયાન તાલીમકાર બિન્દુબેન અને હિરલબેન દ્વારા આંગણવાડી વર્કર બહેનોને તેમની જવાબદારીઓનું અસરકારક નિર્વહન, પ્રારંભિક બાળશિક્ષણની પદ્ધતિઓ, બાળકમાં જિજ્ઞાસા અને સર્જનાત્મકતા વિકસે તેવી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત રમતગમત આધારિત શિક્ષણ, બાળગીતો, જોડકણાં, વાર્તાકથન, શૈક્ષણિક રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ભાષાકૌશલ્ય, માનસિક વિકાસ અને સામાજિક મૂલ્યોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન ઉપસ્થિત બહેનોએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને પોતાના અનુભવ તેમજ પ્રશ્નોની ચર્ચા કરીને તાલીમને વધુ અસરકારક બનાવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રો બાળકોના પ્રારંભિક શિક્ષણનો મજબૂત પાયો છે અને ત્યાં કાર્યરત બહેનોની ક્ષમતા વધે તો બાળકોના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર પરિણામો મેળવી શકાય.

કાર્યક્રમમાં CDPO વિમળાબેન, વિવિધ આંગણવાડી મુખ્ય સેવિકા બહેનો, GHCL ફાઉન્ડેશનના CSR મેનેજર રમેશભાઈ મકવાણા, આસિસ્ટન્ટ મેનેજર જીતેન્દ્રભાઈ ભટ્ટ, સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થાના ડાયરેક્ટર કલ્યાણભાઈ ડાંગર, કોઓર્ડિનેટર દિનેશભાઈ વાઢેર તેમજ સ્વદીપ સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અંતમાં આયોજકોએ જણાવ્યું હતું કે, 'વિદ્યાજ્યોત' પ્રોજેક્ટ અંતર્ગત આગામી સમયમાં પણ આંગણવાડી કાર્યકરો માટે આવી તાલીમોનું આયોજન કરવામાં આવશે, જેથી બાળકોને વધુ ગુણવત્તાયુક્ત, આનંદદાયક અને સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ મળી શકે અને પ્રારંભિક બાળશિક્ષણ વધુ મજબૂત બની શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande