બોટાદ, ગઢડા અને બરવાળા નગરપાલિકાના સભ્યો સાથે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
બોટાદ, 06 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લાના બોટાદ, ગઢડા અને બરવાળા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગામી સંગઠનાત્મક કાર્યક્રમો
ભાજપ દ્વારા બેઠક યોજવામાં આવી


બોટાદ, 06 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લાના બોટાદ, ગઢડા અને બરવાળા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની રૂપરેખા, સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ જનસંપર્ક વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

મયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ જનહિતકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે નગરપાલિકાના સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવવી જરૂરી છે. તેમણે નાગરિકોની સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવા, વિકાસલક્ષી કાર્યોમાં ગતિ લાવવા અને પારદર્શક વહીવટ દ્વારા લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો.

બેઠક દરમિયાન સ્વચ્છતા, પીવાનું પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની શહેરી સુવિધાઓને વધુ અસરકારક બનાવવા તેમજ લોકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે સુમેળભરી કામગીરી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી કાર્યક્રમોમાં કાર્યકરો અને જનપ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી આયોજન અંગે પણ વિચારવિમર્શ થયો હતો.

બેઠકના અંતે તમામ સભ્યોએ સંગઠનની વિચારધારા અનુસાર જનસેવાને પ્રાથમિકતા આપી વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવા અને સરકારની યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande