સિદ્ધપુરમાં તલાટી વી.કે. પટેલના વયમર્યાદાને કારણે નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે વાલકેશ્વર મહાદેવ મંદિરે તલાટી કમ મંત્રી વી.કે. પટેલના વયમર્યાદાને કારણે નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વહીવટી, રાજકીય, સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ, તલાટી કમ મંત્રી
સિદ્ધપુરમાં તલાટી વી.કે. પટેલના વયમર્યાદાને કારણે નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે વાલકેશ્વર મહાદેવ મંદિરે તલાટી કમ મંત્રી વી.કે. પટેલના વયમર્યાદાને કારણે નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વહીવટી, રાજકીય, સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ, તલાટી કમ મંત્રીઓ, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભમાં પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નહીમભાઈ પઠાણ, તાલુકા વિકાસ અધિકારી હમીદભાઈ માકણોજીયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. સૌએ વી.કે. પટેલની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમના કાર્યકાળને યાદ કર્યો.

આ પ્રસંગે તલાટી કમ મંત્રી મંડળ-સિદ્ધપુર દ્વારા કમ્પ્યુટર સેટ, તાલુકા પંચાયત પરિવાર દ્વારા મોમેન્ટો અને અન્ય ભેટો અર્પણ કરવામાં આવી હતી. આગેવાનો અને પરિવારજનોએ ફૂલહાર તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું અને તેમના સુખમય, સ્વસ્થ અને આનંદમય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande