હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત, ગાંધીનગર-અમદાવાદની સંયુક્ત તિરંગા યાત્રા
- ભાજપ દરેક ઘરે તિરંગા પહોંચાડશે - 10 લાખ ધ્વજ વિતરણનું લક્ષ્ય અમદાવાદ,06 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યભરમાં યોજાનારા ''હર ઘર તિરંગા'' અભિયાન અને તિરંગા યાત્રા અંતર્ગત 10 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે યોજાનારી તિરંગા યાત્રા યોજવાની છે તેની તૈયારીના ભાગર
file photo Joint Tricolour Yatra


- ભાજપ દરેક ઘરે તિરંગા પહોંચાડશે

- 10 લાખ ધ્વજ વિતરણનું લક્ષ્ય

અમદાવાદ,06 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યભરમાં યોજાનારા 'હર ઘર તિરંગા' અભિયાન અને તિરંગા યાત્રા અંતર્ગત 10 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે યોજાનારી તિરંગા યાત્રા યોજવાની છે તેની તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેર ભાજપની એક મહત્વની બેઠક ખાનપુરના ભવન્સ કોલેજ ખાતે યોજાઈ હતી.

10 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે યોજાનારી તિરંગા યાત્રામાં અમદાવાદના ભાજપના નેતાઓને કાર્યકર્તાઓ ભાગ લેશે. શહેરમાં 10 લાખથી વધુ તિરંગા લોકોના ઘર ઘર સુધી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે.

શહેર ભાજપ મહામંત્રી દર્શક ઠાકરે જણાવ્યું કે, હર ઘર તિરંગા અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ પ્રદીપ પરમારની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહની ઉપસ્થિતિમાં, આ બેઠક યોજાઈ હતી. અમદાવાદમાં 10 લાખથી વધુ તિરંગાના વિતરણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં 4 હજારથી વધુ બૂથ સુધી પહોંચીને દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવાય તે માટે ભાજપના કાર્યકરો, કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદો સક્રિય રીતે જોડાશે.

દરેક વોર્ડ સ્તરે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં તિરંગાને સ્વાભિમાનના પ્રતીક તરીકે લહેરાવવાનો સંદેશ અપાશે.

આગામી 10 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં અમદાવાદ શહેર ભાજપના નેતાઓ, યુવા મોરચાના કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. આ જનઅભિયાનને વધુ વેગ આપવા માટે સામાજિક સંગઠનોનો પણ સહયોગ લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande