
- વિવિધ ટ્રેડના ITI પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે
જુનાગઢ, 06 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જી.રા.મા.વા.વ્ય. નિગમ), જૂનાગઢ વિભાગની એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ ની મંજૂરી અન્વયે ઓક્ટોબર-૨૦૨૬ ના ભરતી સત્ર માટે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં જૂનાગઢ વિભાગ હેઠળના વિભાગીય યાંત્રાલય, જૂનાગઢ કચેરી તથા પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા અને જેતપુર ડેપો માટે મિકેનિક ડીઝલ, વેલ્ડર, એમ.એમ.વી., ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ટર્નર, ફિટર તથા કોપા (COPA) ટ્રેડની જગ્યાઓ માટે એપ્રેન્ટિસોની ભરતી તેમજ પસંદગી પામેલા ઉમેદવારો સિવાય યોગ્ય ઉમેદવારોની પ્રતીક્ષા યાદી (Waiting List) તૈયાર કરવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવાર ધોરણ-૧૦ અથવા ૧૨ પાસ અને સંબંધિત ટ્રેડમાં NCVT / GCVT સર્ટિફિકેટ સાથે આઈ.ટી.આઈ. પાસ હોવો જરૂરી છે.
લાયકાત ધરાવતા રસ ધરાવતા ઉમેદવારો માટે આગામી તા. ૧૦/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે. લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને જરૂરી મૂળ પ્રમાણપત્રો અને નકલો સાથે સમયસર ઉપસ્થિત રહેવા વિભાગીય નિયામક, એસ.ટી. જૂનાગઢ દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ