શાળાકીય રમતોત્સવ 2026-27: જૂનાગઢ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓની નવી તારીખો જાહેર
જુનાગઢ, 06 ઓગસ્ટ (હિ.સ.) : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા આયોજિત શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૬-૨૭ અંતર્ગત જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢ ગ્રામ્ય કક્ષાની વિવિધ રમત સ્પર્ધાઓ માટેનો નવો સુધા
શાળાકીય રમતોત્સવ 2026-27: જૂનાગઢ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓની નવી તારીખો જાહેર


જુનાગઢ, 06 ઓગસ્ટ (હિ.સ.) : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા આયોજિત શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૬-૨૭ અંતર્ગત જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢ ગ્રામ્ય કક્ષાની વિવિધ રમત સ્પર્ધાઓ માટેનો નવો સુધારેલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ જિલ્લામાં પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિ તથા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ખેલાડીઓની સલામતી, પ્રવાસની સુવિધાઓ અને સ્પર્ધાના યોગ્ય આયોજન અર્થે આ તમામ સ્પર્ધાઓ મોકૂફ રાખવામાં આવી હતી. હાલમાં હવામાનની પરિસ્થિતિ અનુકૂળ બનતા તેમજ રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે ખેલભાવના અને રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી સ્પર્ધાઓની નવી તારીખો અને સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

નવા આયોજન મુજબ જૂનાગઢ શહેર કક્ષાની સ્પર્ધાઓમાં તા.૦૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જૂનાગઢ જીમખાના ખાતે લોન ટેનિસ, તા.૧૭ ઓગસ્ટે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (ઉમટવાડા) ખાતે ફૂટબોલ અને રગ્બી, તા. ૨૪ ઓગસ્ટે સિટી સ્પોર્ટ્સ ખાતે બેડમિન્ટન, તેમજ તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (ગાંધીગ્રામ) ખાતે હોકી, એથ્લેટિક્સ, ખો-ખો, કબડ્ડી અને વોલીબોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરાંત, જૂનાગઢ ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ અંતર્ગત તા. ૦૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ ક્લબ ખાતે ક્રિકેટ અને જૂનાગઢ જીમખાના ખાતે લોન ટેનિસ, તા. ૧૬ ઓગસ્ટે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (ઉમટવાડા) ખાતે ફૂટબોલ યોજાશે. જ્યારે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (ગાંધીગ્રામ) ખાતેતા. ૨૫ અને ૨૬ ઓગસ્ટના રોજ અનુક્રમે ભાઈઓ અને બહેનો માટે એથ્લેટિક્સ, ખો-ખો, કબડ્ડી અને વોલીબોલ તથા તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ હોકી સ્પર્ધા યોજાશે.

જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર્શાવેલ રમતો સિવાયની તમામ રમત સ્પર્ધાઓ SGFI ૨૦૨૬-૨૭ બુકલેટ મુજબ રાબેતા મુજબ ચાલુ રહેશે. સંબંધિત તમામ શાળાઓના આચાર્યઓ, રમત શિક્ષકો, ટીમ મેનેજરો, કોચ અને ખેલાડીઓને નિયત તારીખ, સમય અને સ્થળે ફરજિયાત હાજર રહી સ્પર્ધામાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande