'એક દિવસની કલેક્ટરથી લઈને મંત્રી સુધી...' કચ્છમાં દીકરીઓએ સંભાળ્યું નેતૃત્વ, અનોખા મોક સંકલનથી આત્મવિશ્વાસને મળી નવી ઉડાન
કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છમાં નારી સશક્તિકરણને નવી દિશા આપતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદન સપ્તાહ અંતર્ગત એક પ્રેરણાદાયી અને નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા “શક્તિ લીડરશીપ મોક સંકલન” કાર્યક્રમમાં ધોરણ-1
ભુજમાં શક્તિ લીડરશીપ કાર્યક્રમ


ભુજમાં શક્તિ લીડરશીપ કાર્યક્રમ


ભુજમાં શક્તિ લીડરશીપ કાર્યક્રમ


ભુજમાં શક્તિ લીડરશીપ કાર્યક્રમ


ભુજમાં શક્તિ લીડરશીપ કાર્યક્રમ


ભુજમાં શક્તિ લીડરશીપ કાર્યક્રમ


ભુજમાં શક્તિ લીડરશીપ કાર્યક્રમ


કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છમાં નારી સશક્તિકરણને નવી દિશા આપતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદન સપ્તાહ અંતર્ગત એક પ્રેરણાદાયી અને નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા “શક્તિ લીડરશીપ મોક સંકલન” કાર્યક્રમમાં ધોરણ-10થી લઈને કોલેજ કક્ષાએ અભ્યાસ કરતી કુલ 106 વિદ્યાર્થીનીઓએ એક દિવસ માટે રાજ્ય અને જિલ્લા સ્તરના મહત્વના જાહેર હોદ્દાઓની જવાબદારી સંભાળી હતી. આ પહેલનો મુખ્ય હેતુ દીકરીઓને માત્ર શૈક્ષણિક ક્ષેત્ર સુધી મર્યાદિત ન રાખી, ભવિષ્યમાં પ્રશાસન, રાજકારણ અને જાહેર જીવનમાં નેતૃત્વ માટે પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા સંકલન બેઠકનું જીવંત સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીનીઓએ મંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના વિવિધ હોદ્દાઓની ભૂમિકામાં રહી કામગીરી કરી. કચ્છના વિવિધ વિસ્તારોમાં પાણી, માર્ગ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, મહિલા કલ્યાણ અને અન્ય જાહેર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોના જવાબદાર અધિકારીઓ તરીકે નિર્ણય લેવાની પ્રક્રિયા, સમસ્યાના નિરાકરણ માટેના વિચારો અને સંકલન કેવી રીતે થાય છે તેનો વાસ્તવિક અનુભવ વિદ્યાર્થીનીઓએ મેળવ્યો.

કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે વિદ્યાર્થીનીઓને સંબોધતા જણાવ્યું કે દેશના વિકાસમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકા છે અને આજની દીકરીઓ આવતીકાલના સશક્ત નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે વહીવટી તંત્રની કાર્યશૈલી, જવાબદારી અને લોકહિતના નિર્ણયોની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપતાં દીકરીઓને પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહી મહેનત કરવા પ્રોત્સાહિત કરી હતી.

કાર્યક્રમનું સૌથી આકર્ષક પાસું એ રહ્યું કે જે હોદ્દો વિદ્યાર્થીનીએ સ્વીકાર્યો હતો તે મુજબ તેને સરકારી વાહનમાં કલેક્ટર કચેરી સુધી લાવવામાં આવી હતી. આ અનુભવથી તેમને વાસ્તવિક જવાબદારીની અનુભૂતિ થઈ અને જાહેર જીવન પ્રત્યે નવી સમજ વિકસાવી. સમગ્ર આયોજન દીકરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, નિર્ણયશક્તિ અને લોકસેવાની ભાવના વિકસાવવાનો અસરકારક પ્રયાસ બની રહ્યો છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્રની આ પહેલ ભવિષ્યમાં અનેક દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande