ભુજોડીની હાથવણાટ કળાનો વિશ્વમાં ડંકો: પાંચ સદીની પરંપરાએ સર્જી કરોડોની ઓળખ
કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે કચ્છનું ભુજોડી ગામ ફરી એકવાર પોતાની અદભૂત હાથવણાટ પરંપરા માટે ચર્ચામાં આવ્યું છે. પાંચ સદીથી વણકરોની મહેનત, સર્જનાત્મકતા અને વારસાગત કૌશલ્યને જીવંત રાખનાર ભુજોડી આજે માત્ર ગુજરાતનું નહીં પરં
રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે કચ્છના ભુજોડીની હસ્તકળા


રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે કચ્છના ભુજોડીની હસ્તકળા


રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે કચ્છના ભુજોડીની હસ્તકળા


રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે કચ્છના ભુજોડીની હસ્તકળા


રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે કચ્છનું ભુજોડીની હસ્તકળા


કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે કચ્છનું ભુજોડી ગામ ફરી એકવાર પોતાની અદભૂત હાથવણાટ પરંપરા માટે ચર્ચામાં આવ્યું છે. પાંચ સદીથી વણકરોની મહેનત, સર્જનાત્મકતા અને વારસાગત કૌશલ્યને જીવંત રાખનાર ભુજોડી આજે માત્ર ગુજરાતનું નહીં પરંતુ વિશ્વસ્તરે ઓળખાતું હેન્ડલૂમ હબ બની ગયું છે. કચ્છી શાલને મળેલા જીઆઇ ટેગથી આ કળાને વૈશ્વિક ઓળખ મળી છે, જ્યારે અહીંના કારીગરોએ રાષ્ટ્રીય, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 50થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે.

સમયની માંગને અનુરૂપ પરિવર્તન સ્વીકારી ભુજોડીના કારીગરોએ પરંપરાગત વણાટને આધુનિક ડિઝાઇન, આકર્ષક રંગો અને નવીન ઉત્પાદનો સાથે જોડ્યો છે. આજે શાલ ઉપરાંત સાડી, સ્ટોલ, કુર્તા, ટેબલ રનર, ગાલીચા, યોગા મેટ, દુપટ્ટા, કાલા કોટનના વસ્ત્રો અને અનેક હેન્ડલૂમ ઉત્પાદનો દેશ-વિદેશના બજારોમાં લોકપ્રિય બન્યા છે. સ્થાનિક કારીગરોએ હસ્તકલાને માત્ર કળા સુધી મર્યાદિત રાખ્યા વગર સફળ ઉદ્યોગમાં ફેરવી દીધી છે.

ભુજોડીમાં 350થી વધુ કારીગરો હાથવણાટના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમાં મહિલાઓની ભાગીદારી પણ નોંધપાત્ર છે. સરકારના વિવિધ પ્રદર્શન, હેન્ડલૂમ મેળા અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનમાં ભાગ લેવાની તક મળતા અનેક કારીગરો અમેરિકા, જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ સહિત 18થી વધુ દેશોમાં પોતાની કળાનું પ્રદર્શન કરી ચૂક્યા છે. પરિણામે વિદેશી ગ્રાહકો સાથે સ્થાયી વ્યાપારિક સંબંધો બંધાયા છે અને આજે ઓનલાઈન ઓર્ડર તેમજ નિકાસથી લાખો રૂપિયાનું વાર્ષિક વેચાણ થઈ રહ્યું છે.

કચ્છી શાલની વિશેષતા તેની હસ્તકલા, કુદરતી રંગો અને પરંપરાગત વણાટમાં સમાયેલી છે. સામાન્ય કિંમતથી લઈને વિશેષ ઓર્ડર મુજબ લાખો રૂપિયાની શાલ તૈયાર કરવામાં આવે છે, જેને બનાવવામાં ક્યારેક અનેક અઠવાડિયા કે મહિના પણ લાગી જાય છે.

રણોત્સવ દરમિયાન ભુજોડી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહે છે. સરકારના પ્રોત્સાહન, વૈશ્વિક બજારમાં વધતી માંગ અને કારીગરોની નવીન વિચારસરણીના કારણે ભુજોડી આજે વોકલ ફોર લોકલનું જીવંત ઉદાહરણ બની વિશ્વમાં કચ્છની હેન્ડલૂમ પરંપરાનો ગૌરવપૂર્ણ પરિચય કરાવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande