ગુરુના ગૌરવને વંદન, શિક્ષણના મૂલ્યોને નવી દિશા: મુન્દ્રામાં ગુરુ વંદના કાર્યક્રમમાં શિક્ષકોને મળ્યો પ્રેરણાનો સંદેશ
કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : મુન્દ્રા તાલુકામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મહર્ષિ વેદ વ્યાસની પવિત્ર સ્મૃતિને સમર્પિત ગુરુ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક સમાજમાં ગુરુના ગૌરવ, શિક્ષણના આદર્શો અને ગુરુ-શિષ્ય પર
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ


અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ


અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ


અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ


અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ


કચ્છ, 06 ઓગસ્ટ (હિ.સ.) : મુન્દ્રા તાલુકામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મહર્ષિ વેદ વ્યાસની પવિત્ર સ્મૃતિને સમર્પિત ગુરુ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક સમાજમાં ગુરુના ગૌરવ, શિક્ષણના આદર્શો અને ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ શિક્ષણવિદો, મહાસંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને માતા સરસ્વતીની વંદના સાથે કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને પ્રેરણાદાયી બન્યું હતું. પ્રારંભિક સ્વાગત પ્રવચનમાં શિક્ષક સમાજની જવાબદારીઓ અને સંગઠનની એકતાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના રાજ્યમંત્રી રમેશભાઈ ગાગલે સંગઠન દ્વારા હાથ ધરાતા વિવિધ રચનાત્મક કાર્યક્રમો, શિક્ષકોના હિત માટે કરવામાં આવતા પ્રયત્નો અને સંગઠનની ભાવિ દિશા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે શિક્ષકોને સંગઠન સાથે સક્રિય રીતે જોડાઈ શિક્ષણક્ષેત્રે ગુણવત્તા વધારવા અપીલ કરી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ એસ.ડી. શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય ડૉ. કૈલાશભાઈ નાંઢાએ ગુરુના પવિત્ર સ્થાનની મહત્તા સમજાવતા જણાવ્યું કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર કરનાર માર્ગદર્શક પણ છે. તેમણે શિક્ષકોને પોતાના વ્યવસાયની ગૌરવપૂર્ણ પરંપરા જાળવી રાખવા પ્રેરિત કર્યા હતા.

મુખ્ય વક્તા રાજીવભાઈ ત્રિવેદીએ ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. તેમણે પ્રાચીન અને આધુનિક સમયના આદર્શ ગુરુઓના ઉદાહરણો રજૂ કરીને શિક્ષકોને સમાજમાં મૂલ્યઆધારિત શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરવા અને વિદ્યાર્થીઓમાં સંસ્કાર, જ્ઞાન તથા રાષ્ટ્રભાવના વિકસાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહાસંઘના રાજ્ય અને જિલ્લા કક્ષાના અનેક હોદ્દેદારો, શિક્ષણવિદો તેમજ તાલીમાર્થી શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. પૂજાબેન જોશીએ કર્યું હતું, જ્યારે અંતે પુનશીભાઈ ગઢવીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ બનાવનાર સૌના સહયોગને બિરદાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande