વટારીયાથી ભરૂચ એલસીબીએ 34889નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
બુટલેગરે તેના ભાઈના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ 06 ઓગસ્ટ (હિ.સ.) ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયા તાલુકાના વટારીયા ગામે ઇન્દિરા આવાસમાંથી ભારતીય બનાવટના
વટારીયાથી ભરૂચ એલસીબીએ 34889નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો


બુટલેગરે તેના ભાઈના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો

પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા

ભરૂચ 06 ઓગસ્ટ (હિ.સ.)

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયા તાલુકાના વટારીયા ગામે ઇન્દિરા આવાસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇને આ ગુના હેઠળ બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે વાલિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વાલિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના વટારીયા ખાતે ઇન્દિરા આવાસમાં રહેતા સંજય વસાવાએ ઇન્દિરા આવાસમાં રહેતા તેના ભાઇ જગદીશ વસાવાના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા જગદીશ વસાવાના ઘરના પાછળના માળિયામાંથી છુટી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. એલસીબીની ટીમે સ્થળ ઉપરથી મળેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ 69 કિંમત રૂપિયા 34889ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબ્જે લીધો હતો અને પોલીસની રેઇડ સમયે સ્થળ ઉપર હાજર નહિ મળેલ બન્ને ભાઇઓ સંજય વસાવા અને જગદીશ વસાવા બન્ને રહે.ગામ વટારીયા,ઇન્દિરા આવાસ,તા.વાલિયા,જિ.ભરૂચના વિરૂધ્ધ વાલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસની દરેક રેડમાં બૂટલેગરો વોન્ટેડ જાહેર કરાય છે તેની પાછળનું રહસ્ય શું હશે ?

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande