મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે, 181 અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓમાં મહિલા અને બાળ સુરક્ષા અંગે શિબિર યોજાઈ
- નાંદોદના નવા વાઘપુરા સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને 181 મહિલા હેલ્પલાઇન, 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન તથા વિવિધ યોજનાકીય સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન રાજપીપલા,06 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત ઉજવાતા મહિલા કર્મયોગી દ
camp was organized among students on women and child safety through 181 and 1098 Child Helpline.


- નાંદોદના નવા વાઘપુરા સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને 181 મહિલા હેલ્પલાઇન, 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન તથા વિવિધ યોજનાકીય સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન

રાજપીપલા,06 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત ઉજવાતા મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના નવા વાઘપુરા સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમ દ્વારા મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા, બાળ અધિકારો, કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ તાત્કાલિક સહાય, સાયબર સુરક્ષા, બાળલગ્ન, બાળમજૂરી, બાળશોષણ જેવા વિષયો અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ જરૂરિયાત સમયે 181 અને 1098 હેલ્પલાઇનનો નિઃશંક ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

મહિલા કર્મયોગી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજના વિકાસમાં મહિલાઓના શ્રમ, સમર્પણ, સેવા અને યોગદાનને સન્માનિત કરવાનો તેમજ મહિલા કર્મયોગીઓ પ્રત્યે આદરની ભાવના વિકસાવવાનો છે. આ દિવસ મહિલાઓને વધુ આત્મવિશ્વાસી, સ્વાવલંબી અને સશક્ત બનાવવા માટે સમાજમાં જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ અવસર છે.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મહિલા તથા બાળ સુરક્ષા સંબંધિત વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવી ઉપયોગી માહિતી પ્રાપ્ત કરી.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો કે, કોઈપણ મહિલા અથવા બાળક મુશ્કેલીમાં હોય તો તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનનો સંપર્ક કરી સમયસર સહાય મેળવી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande