અપહરણ અને પોક્સો કેસમાં એક વર્ષથી ફરાર ફૈયાઝહુસૈન બહેલીમ વિસનગરથી ઝડપાયો
મહેસાણા, 06 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ફૈયાઝહુસૈન ગોરમખાન મહેમુદમીયા બહેલીમ (રહે. ભાલક સોસાયટી, વિસનગર, મૂળ વતન ખેરાલુ)ને ઝડપી પાડ્ય
એક વર્ષથી ફરાર અપહરણ અને પોક્સો કેસનો આરોપી વિસનગરથી ઝડપાયો


મહેસાણા, 06 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ફૈયાઝહુસૈન ગોરમખાન મહેમુદમીયા બહેલીમ (રહે. ભાલક સોસાયટી, વિસનગર, મૂળ વતન ખેરાલુ)ને ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ વિસનગર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. તે દરમિયાન પેરોલ/ફર્લો સ્કોડને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ મારફતે બાતમી મળી હતી કે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસનો ફરાર આરોપી વિસનગર રેલવે સ્ટેશન ખાતે હાજર છે.

બાતમીના આધારે PSI કે.જી. ચૌધરીની ટીમે સ્થળ પર પહોંચી કોર્ડન કરીને ફૈયાઝહુસૈન બહેલીમને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ અંગે તેના પિતાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande