PMAY-Gની કામગીરીની સમીક્ષા માટે DRDA મહેસાણામાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ
મહેસાણા, 06 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), મહેસાણા ખાતે ગુરુવારે પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ (PMAY-G) અંતર્ગત તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠક દરમિયાન યોજનાના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં
PMAY-Gની કામગીરીની સમીક્ષા માટે DRDA મહેસાણામાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ


મહેસાણા, 06 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), મહેસાણા ખાતે ગુરુવારે પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ (PMAY-G) અંતર્ગત તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠક દરમિયાન યોજનાના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ બાકી રહેલા કામો સમયસર પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિડિયો કોન્ફરન્સ દરમિયાન યોજનાના લાભાર્થીઓના આવાસ નિર્માણની પ્રગતિ, યોજનાકીય કામગીરી, હપ્તાની ચૂકવણીની સ્થિતિ, જિયો-ટેગિંગ અને અન્ય તકનિકી પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને દરેક તબક્કાની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ લાભાર્થીઓને યોજનાનો લાભ ઝડપથી મળે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં તમામ તાલુકા વિકાસ અધિકારીઓને કામગીરીમાં રહેલી ખામીઓ દૂર કરી લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, યોજનાના અમલીકરણમાં ગુણવત્તા જળવાઈ રહે અને કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે સતત દેખરેખ રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજનાની અસરકારક અમલવારી માટે સમયાંતરે આવી સમીક્ષા બેઠકો યોજવામાં આવે છે, જેથી પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ હેઠળ પાત્ર લાભાર્થીઓને સમયસર પાકા આવાસનો લાભ મળી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande