પાલીતાણા રૂરલ પોલીસનો દારૂ પર કડક પ્રહાર: રૂ. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો
ભાવનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશને રાજ્યમાં દારૂબંધીના કાયદાના અસરકારક અમલીકરણ અંતર્ગત વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે માયઘાર ગામ ખાતે દરોડો પાડી ભારતીય બનાવટ
દારૂ સાથે ઝડપાયેલ આરોપી


ભાવનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશને રાજ્યમાં દારૂબંધીના કાયદાના અસરકારક અમલીકરણ અંતર્ગત વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે માયઘાર ગામ ખાતે દરોડો પાડી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 2,50,920ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી હાલ ફરાર હોવાથી તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. રાણા તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ વી.એમ. મકવાણા અને પોલીસ કોન્સ્ટેબલ હનુભાઈ ગોહિલને મળેલી બાતમીના આધારે માયઘાર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી હરિયાણા રાજ્યમાં વેચાણ માટેની રોયલ ચેલેન્જ ક્લાસિક વ્હિસ્કીની 750 એમ.એલ.ની 96 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 49,920 થાય છે.

આ ઉપરાંત દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી અલ્ટો કાર (GJ-04-AM-9453) કિંમત રૂ. 2 લાખ તથા નોકિયા કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂ. 1,000 મળી કુલ રૂ. 2,50,920નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે ગરાજીયા ગામના ચંદુ લાખાભાઈ ડાભીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ટીમાણા ગામના અનિલ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande