મફતીયાપરામાં જુગારધામ પરદરોડો, ત્રણ મહિલા ઝડપાઈ
પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : ઉદ્યોગનગર પોલીસે આશાપુરાચોક નજીક ધાસ ગોડાઉન પાછળ આવેલા મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમી રહેલ ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસે રોકડા રૂ. 11,630 અને જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા 52
મફતીયાપરામાં જુગારધામ પરદરોડો, ત્રણ મહિલા ઝડપાઈ


પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : ઉદ્યોગનગર પોલીસે આશાપુરાચોક નજીક ધાસ ગોડાઉન પાછળ આવેલા મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમી રહેલ ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી.

પોલીસે રોકડા રૂ. 11,630 અને જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા 52 પત્તા કબજે કરી ત્રણેય સામેજુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઝડપી પાડેલી મહિલાઓમાં શાંતિ નિલેષભાઈ શામળા, ભાનુ ભીખાભાઈ રાઠોડ અને મંજુ અમરાભાઈ સાદીયાનો સમાવેશ થાય છે. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા ત્રણેય મહિલાઓ પૈસાની હારજીતનો જુગાર રમતી મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 11,630 તેમજ પત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસે ત્રણેય મહિલાઓ સામે ગુજરાત જુગારધારા હેઠળ ગુનો નોંધીવધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande