સરસ્વતી તાલુકાના હેમાણીપુરા ગામ નજીક ગંભીર અકસ્માત: ગાયનું મોત, બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) ડીસા-પાટણ હાઈવે પર સરસ્વતી તાલુકાના હેમાણીપુરા ગામ નજીક રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક ગાય આવી જતાં છોટા હાથી વાહન તેની સાથે જોરદાર ટકરાયું હતું. ટક્કર બાદ ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવી દેતા છોટા
સરસ્વતી તાલુકાના હેમાણીપુરા ગામ નજીક ગંભીર અકસ્માત: ગાયનું મોત, બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત


પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) ડીસા-પાટણ હાઈવે પર સરસ્વતી તાલુકાના હેમાણીપુરા ગામ નજીક રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક ગાય આવી જતાં છોટા હાથી વાહન તેની સાથે જોરદાર ટકરાયું હતું.

ટક્કર બાદ ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવી દેતા છોટા હાથી રસ્તા કિનારે આવેલા લીમડાના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયું હતું, જેના કારણે વાહનને ભારે નુકસાન થયું હતું અને એક ગાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વાહનમાં ફસાયેલા બંને ગંભીર ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande