પાટણના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે ગુરુવારે 'નશા મુક્ત યુવા-વિકસિત ભારત' અભિયાનનો પ્રારંભ થયો
પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) પાટણના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે ગુરુવારે ''નશા મુક્ત યુવા-વિકસિત ભારત'' અભિયાનનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટે શરૂ કરેલ
પાટણના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે ગુરુવારે 'નશા મુક્ત યુવા-વિકસિત ભારત' અભિયાનનો પ્રારંભ થયો


પાટણ, 06 ઓગસ્ટ (હિ.સ.) પાટણના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે ગુરુવારે 'નશા મુક્ત યુવા-વિકસિત ભારત' અભિયાનનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટે શરૂ કરેલા આ અભિયાનનો હેતુ દેશના 10 કરોડ યુવાનોને વ્યસનમુક્ત બનાવવાનો છે.

ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું કે સમયની સાથે વ્યસનોનું સ્વરૂપ બદલાયું છે. તેમણે યુવાનોને વ્યસનથી દૂર રહી પરિવાર અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ આવવાની અપીલ કરી હતી તેમજ બ્રહ્માકુમારી સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પૂજ્ય નીલમ દીદીએ જણાવ્યું કે અભિયાન દરમિયાન પાટણ પંથકની શાળા-કોલેજો સહિત એક લાખ લોકો સુધી વ્યસનમુક્તિનો સંદેશ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે બ્રહ્માકુમારી સંસ્થાએ અત્યાર સુધી દેશભરમાં ચાર કરોડથી વધુ લોકોને વ્યસનમુક્ત કરવામાં યોગદાન આપ્યું છે.

આ અભિયાન 6થી 20 ઓગસ્ટ સુધી ચાલશે. કાર્યક્રમમાં 'સરહદ નો સાદ' દૈનિકના માલિક રાજેશભાઈ સોની, પત્રકાર યશપાલ સ્વામી સહિત મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નીતા દીદી અને નિધિ દીદી દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande