માધવપુરમાં પોલીસે સમય સૂચકતા દાખવી ઘાયલ યુવાનનો જીવ બચાવ્યો
પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ વિસ્તારમાં બાપા સીતારામમંદિર પાસે મોટરસાઇકલ પરથી પટકાતાએક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં રોડ પરપડેલા યુવાનને જોઈ નવીબંદર પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ચૌધરી અને
માધવપુરમાં પોલીસે સમય સૂચકતા દાખવી ઘાયલ યુવાનનો જીવ બચાવ્યો


પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ વિસ્તારમાં બાપા સીતારામમંદિર પાસે મોટરસાઇકલ પરથી પટકાતાએક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં રોડ પરપડેલા યુવાનને જોઈ નવીબંદર પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ચૌધરી અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર આર.એમ. ઓડેદરાએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બંને પોલીસ અધિકારીઓ તે સમયે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળવા જઈ રહ્યા હતા.

અકસ્માતગ્રસ્ત યુવાનની ગંભીર હાલત જોતા તેમણે

108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોતાની સરકારી બોલેરો ગાડીમાં તેને બેસાડી નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે યુવાનને રિફર કરવામાં આવ્યો હતો. પોલીસની આ ત્વરિત કામગીરીના કારણે યુવાનને સમયસર સારવાર મળી શકી હતી અને તેનો જીવ બચી ગયો હોવાનું જણાવાયું છે. આ માનવતાભર્યા કાર્યને લઈને સ્થાનિક લોકોમાં પોલીસ વિભાગની પ્રશંસા થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande