પોરબંદરના રાણાવાવમાં બેફામ ટ્રકે કારને ટક્કર મારી
પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ વિસ્તારમાં સામેથી બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બનાવમાં કારને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે આ ઘટના
પોરબંદરના રાણાવાવમાં બેફામ ટ્રકે કારને ટક્કર મારી


પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

જિલ્લાના રાણાવાવ વિસ્તારમાં સામેથી બેફામ ગતિએ

આવી રહેલી ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત

સર્જાયો હતો. બનાવમાં કારને ભારે નુકસાન થયું

હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ

થઈ નથી. સમગ્ર મામલે ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ

પોરબંદરના ગાંધીપાર્ક

સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ખીમજીભાઈચાવડાની કાર (GJ-25-J-2629)ને ટ્રક નં. GJ-25-

T-7209ના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે હંકારી ટક્કર મારી હતી. અકસ્માતના કારણે કારના

બોનેટ, એન્જિન તેમજ સાઇડનો ભાગ ગંભીર રીતે

નુકસાનગ્રસ્ત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ

થઈ ન હતી, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. બનાવ અંગે ફરિયાદના આધારે રાણાવાવ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande