
પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર
જિલ્લામાં દારૂનું દૂષણ વધી રહ્યું છે. ત્યારે હવે યુવતીઓ પણ દારૂ ની સપ્લાય કરતી હોવાનું
સામે આવ્યું છે. પોરબંદર શહેરના એસટી બસ સ્ટેન્ડ નજીક એલસીબી પોલીસે દરોડો પાડી બે મહિલાઓને ભારતીય બનાવટના વિદેશીદારૂ સાથે ઝડપી પાડી હતી.
પોલીસે બંને પાસેથી દારૂની 38 બોટલો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 39,740 નોજથ્થો કબજે
કર્યો છે. પોલીસે ઝડપી પાડેલી મહિલાઓમાં મયુરીબેન તુષાલ ઉર્ફે ગોધો મનસુખભાઈ ગોહેલ અને વિશાખાબેન યોગેશ ખોરાવાનો સમાવેશ થાય છે.
બંને મહિલાઓ પાસે પાસ-પરમિટવિના ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા તેમની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya