નાંદોદ, ચિકદા અને તિલકવાડા, ડેડીયાપાડા તાલુકામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી
રાજપીપલા,06 ઓગસ્ટ (હિ.સ.) નર્મદા જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત નારી વંદન ઉત્સવ–202 ની ઉજવણીના ભાગરૂપે, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નાંદોદ તાલુકાના તારોપા ગ્રામ પંચાયત, ચીકદાના ગંગાપુર ગ્રામ પંચાયત તથા તિલકવાડા
Women's Leadership Day celebrated in Nandod, Chikda and Tilakwada, Dediyapada talukas


રાજપીપલા,06 ઓગસ્ટ (હિ.સ.) નર્મદા જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત નારી વંદન ઉત્સવ–202 ની ઉજવણીના ભાગરૂપે, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નાંદોદ તાલુકાના તારોપા ગ્રામ પંચાયત, ચીકદાના ગંગાપુર ગ્રામ પંચાયત તથા તિલકવાડા તાલુકાના બુજેઠા ગ્રામ પંચાયત અને ડેડીયાપાડા તાલુકાના બેસણા ગ્રામ પંચાયત ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં બાલિકા પંચાયતની સભ્યો સાથે મહિલા નેતૃત્વ અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી તેમજ વૃક્ષારોપણ કરી ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

ઉપરાંત, દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવી બેટી બચાવો, બેટી પઢાઓના સંદેશાને જનજન સુધી પહોંચાડવા પ્રેરણા આપવામાં આવી હતી.

આ પ્રસંગે બાલિકા પંચાયતની સભ્યોને બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત દીકરીઓના સન્માન અને માતાના નામને પ્રાધાન્ય આપવાના હેતુથી તેમના ઘરની બહાર દીકરીના નામ સાથે તેની માતાના નામની નેમ પ્લેટ લગાવવાની નવતર પહેલ કરવામાં આવી હતી.

આ પહેલ દ્વારા દીકરીઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવા સાથે, સમાજમાં દીકરી અને માતાના નામને ઓળખ તથા સન્માન આપવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande