
ભાવનગર/અમદાવાદ,06 ઓગસ્ટ (હિ.સ.) હમણાં જ સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ પૂરી થઈ અને આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતમાં રમવાની છે. રાજ્યમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભના પરિણામે રમતગમત ક્ષેત્રે પણ અદભુત સિદ્ધિઓ સર કરી રહ્યા છે . ભાવનગર જિલ્લાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો મોટા મોટા આધુનિક સગવડ ધરાવતા કલબોમાં સ્વિમિંગ પૂલ અને કોચિંગ વગર નદીમાં પ્રેક્ટિસ કરીને 13 મેડલ જીત્યા અને સફળતા મળી શકે છે.
ભાવનગર જિલ્લાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ નદીમાં રોજ 2-3 કલાક પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં 4 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ જીત્યા છે. રાહુલ, શુભમ, નિકુલ, હાર્વિક અને વૈભવ જેવા મજૂર પરિવારના બાળકો હવે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ભાવનગર આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા રમતગમત ક્ષેત્રે પણ અદભુત સિદ્ધિઓ સર કરી રહ્યા છે. ગામડાઓ અને નાના શહેરોમાં ઘણીવાર અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે પૂરતી સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આમ છતાં, યુવા ખેલાડીઓ ખુલ્લા મેદાનો અને નદીઓમાં સખત પરિશ્રમ કરીને પોતાની પ્રતિભા નિખારી રહ્યા છે. સાધનોની અછત વચ્ચે પણ દરરોજ કલાકોની કઠોર પ્રેક્ટિસ કરીને આ બાળકો જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલોનો વરસાદ કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના હોનહાર બાળ ખેલાડીઓએ. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે યોજાયેલ શાળાકીય રમતોત્સવની જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં આ શાળાના બાળકોએ પોતાનું શાનદાર કૌશલ્ય દાખવીને કુલ 13 મેડલ પોતાના નામે કર્યા છે. હવે આ ગ્રામીણ તારલાઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા સજ્જ બન્યા છે.
હવે આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેશે. ગોલ્ડ મેડલ 04, સિલ્વર મેડલ 06, બ્રોન્ઝ મેડલ 03, એમ કુલ 13 મેડલ જીત્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ