
વડોદરા, 07 ઓગસ્ટ (હિ.સ.) : એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.T.F.) વડોદરા ઝોન દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એ.એન.ટી.એફ. ગાંધીનગરના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને વડોદરા ઝોનના નાયબ પોલીસ અધિક્ષક કે.ડી. ખાંભલાના માર્ગદર્શન હેઠળ આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ચોક્કસ બાતમીના આધારે દરોડોએ.એ.ટી.એફ. વડોદરા ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે. રાણા નાર્કોટિક્સ અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે. રાણા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ (PC) જાગૃતિબેન બાબરિયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કેટલાક ઇસમો ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ (સુકો ગાંજો) નો જથ્થો લઈને કલોલ-હાલોલ રોડ પરથી પસાર થવાના છે.આ બાતમીના આધારે પોલીસ ટીમે પંચોની હાજરીમાં કલોલ થી હાલોલ જવાના રોડ પર, એમ.જી.એસ. સ્કૂલ ગરનાળા પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકી નજીક વોચ ગોઠવી સફળતાપૂર્વક દરોડો પાડ્યો હતો.
પોલીસના આ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી સુકો ગાંજો: ૬.૩૦૭ કિલોગ્રામ (કિંમત રૂ. ૩,૧૫,૩૫૦/-) વાહન: એક ફોર-વ્હીલર ગાડી (નંબર: GJ-17-CK-6161) મોબાઈલ: ઓપો કંપનીનો મોડેલ Z9 5G ફોન, રોકડ રકમ: રૂ. ૯,૧૫૦/-અન્ય વસ્તુઓ: આધારકાર્ડની નકલ, બસ ટિકિટો અને પેનડ્રાઇવકુલ મુદ્દામાલ: રૂ. ૧૬,૪૪,૫૦૦/- મુદ્દામાલ મળી આવ્યો હતો.
ગાંજાના જથ્થા અને વાહન સાથે પોલીસે સ્થળ પરથી અફઝલ અસલમ કુરેશી, રવિભાઈ નારણભાઈ દંતાણી, પઠાણ નમીદખાન સબ્બીરખાન પઠાણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ (NDPS Act) ની કલમ-૮(સી), ૨૦(બી) (ii)(બી), ૨૯ મુજબ ગુનો PSI જે મેવાડા ANTF વડોદરા ઝોન ગાંધીનગર દ્વારા દખાલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ