
પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર જિલ્લાના કાંટેલા ગામમાં એકરહેણાંક મકાનમાંથી રૂ.2.70 લાખથી વધુ કિંમતનો 5 કિલો 410 ગ્રામગાંજો મળી આવતા મિયાણી મરીન પોલીસે અજાણ્યા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂકરી છે. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે કાંટેલા ગામમાં ઘેલા ટપુભાઈ વિકમા ના રહેણાંક મકાને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનના બાથરૂમની બાજુમાંથી લીલાપાંદડા, ડાળખા, બીજ અને ફૂલના ટોપકાઓ સાથેના વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના પાંચ પેકેટ મળી આવ્યા હતા. પેકિંગ સહિત કુલ 5 કિલો 410 ગ્રામ વજનનો ગાંજો, જેની કિંમત રૂ.2,70,500 નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો.પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ આર્થિક લાભ મેળવવાના હેતુથી અને ગુનાથી બચવાના ઇરાદે મકાન માલિકની ગેરહાજરીમાં ગાંજાનો જથ્થો ત્યાં સંતાડી રાખ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે મિયાણી મરીન પોલીસે NDPS એક્ટહેઠળ ગુનો નોંધી અજાણ્યા શખ્સો સામેગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya