સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે મેયર માયાબેન માવાણીની અધ્યક્ષતામાં ‘માય હેન્ડલૂમ, માય પ્રાઇડ’ થીમ સાથે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની’ ઉજવણી કરાઈ
સુરત, 07 ઓગસ્ટ (હિ.સ.) : સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે આયોજિત ક્રાફ્ટ રૂટ પ્રદર્શનમાં મેયર માયાબેન માવાણીની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની પ્રેરક ઉપસ્થિતિમાં ‘માય હેન્ડલુમ, માય પ્રાઇડ’ થીમ સા
Surat


સુરત, 07 ઓગસ્ટ (હિ.સ.) : સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે આયોજિત ક્રાફ્ટ રૂટ પ્રદર્શનમાં મેયર માયાબેન માવાણીની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની પ્રેરક ઉપસ્થિતિમાં ‘માય હેન્ડલુમ, માય પ્રાઇડ’ થીમ સાથે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ’ની ઉજવણી કરાઈ હતી.

સુરત મહાનગરપાલિકા, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની લેડીઝ વિંગ, WICCI એન્ટરપ્રિન્યોર સેલ, અમી હેન્ડીક્રાફ્ટસ તથા અવની સાડીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય વિરાસત અને હેન્ડલૂમ હુન્નરને બિરદાવવા માટે મોટી સંખ્યામાં બહેનો પારંપરિક હેન્ડલૂમના વસ્ત્રો ધારણ કરીને માય હેન્ડલૂમ, માય પ્રાઇડની થીમ સાથે સહભાગી થયાં હતા.

આ પ્રસંગે મેયર માયાબેન માવાણીએ જણાવ્યું કે, વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ(હાથશાળ) દિવસ’ની ઉજવણી મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને આ દિવસે દેશના હાથશાળ વણકરોની કલા, કૌશલ્ય અને પરિશ્રમને સન્માન તેમજ સ્વદેશી વસ્ત્રોને પ્રોત્સાહન આપી ભારતની ધરોહર સાચવી તેને આગળ ધપાવવાનો છે અને આ માટે તેમણે દેશના દરેક નાગરિકોને સામૂહિક પ્રયત્નો થકી હાથશાળ કલાને પ્રાધાન્ય આપી સ્વદેશી કારીગરોને પ્રોત્સાહન આપવા આહ્વાન કર્યું હતું.

રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની શુભકામનાઓ આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, વર્ષ 1905થી રાષ્ટ્રપિતા દ્વારા શરૂ કરાયેલી સ્વદેશી પહેલને વડાપ્રધાનએ ‘મેક ઇન ઇન્ડિયા’ તેમજ ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે વેગવંતી બનાવી છે. સ્વદેશી કળા કૌશલ્યના આર્ટીઝનને પ્રોત્સાહન આપી દેશભરમાં લોકોને પરદેશી ત્યાગી સ્વદેશી અપનાવવા જાગૃત બનાવાયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી કલા કારીગરોને પગભર બનાવવા ઘણી યોજનાઓ અમલી બનાવાઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષે ક્રાફ્ટ રૂટ પ્રદર્શનની સાથે હાથશાળ દિવસની ઉજવણીને સાંકળીને શહેરીજનોને હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ એકસાથે મેળવવાની તક છે.

આ વેળાએ અમી હેન્ડીક્રાફ્ટસના ભાવના દેસાઈ, સાડી ડ્રેપિંગ એક્સપર્ટ હીના ઘેહાની, અગ્રણી અંજુબેન વેકરીયા, ચેમ્બર લેડીઝ વિંગના ચેરમેન અલ્પાબેન મદ્રાસી તથા અવની હેન્ડલૂમ સાડીના શિલ્પી સાધ સહિત વિવિધ ક્ષેત્રની મહિલા ઉદ્યોગસાહસિકો અને અગ્રણીઓ પણ કાર્યક્રમમાં જોડાઈને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande