ગોલી મારો સાલો કો શિક્ષણ કે દલાલો કો,એબીવીપીએ યુનિવર્સિટીમાં નાટક રજૂ કરી આક્ષેપ કર્યાં
- ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તા 10.93 કરોડનું નુકસાન કર્યાંનો આક્ષેપ અમદાવાદ,07 ઓગસ્ટ (હિ.સ.) અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આજે યુનિવર્સિટી ખાતે ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કર્યો અને કુલપતિની ઓફિસમાં વિદ્યાર્થીઓના ધરણા પ્
ગોલી મારો સાલો કો શિક્ષણ કે દલાલો કો,એબીવીપીએ યુનિવર્સિટીમાં નાટક રજૂ કરી આક્ષેપ કર્યાં


- ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તા 10.93 કરોડનું નુકસાન કર્યાંનો આક્ષેપ

અમદાવાદ,07 ઓગસ્ટ (હિ.સ.) અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આજે યુનિવર્સિટી ખાતે

ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કર્યો અને કુલપતિની ઓફિસમાં વિદ્યાર્થીઓના ધરણા પ્રદર્શન કર્યું.

યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કરેલી લ્હાણીને લઈને એબીવીપી મેદાને આવ્યું છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા કાર્યકાળ પૂરો થયા બાદ વિવાદમાં સપડાયા છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો એબીવીપી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે.

નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે. જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે 7 ઑગસ્ટે એબીવીપી ના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ તેમની 3 વર્ષની ટર્મ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના 10.93 કરોડ રૂપિયા વધારાના પગાર ખર્ચમાં વાપર્યા હોવાનો એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી પૂર્વ કુલપતિએ ખુલ્લા હાથે કરેલી લ્હાણીને લઈને વિરોધ નોંધાવી ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી.

એબીવીપીની રજૂઆતને આધારે યુનિવર્સિટી દ્વારા ત્રણ સભ્યની તપાસ કમિટી બનાવવામાં આવી છે. જો કે તપાસ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલા જ ફરી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દેખાવો કરી કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

એબીવીપીની એક વિદ્યાર્થીની નીરજા ગુપ્તા બની અને અન્ય કાર્યકર્તા પાવન પંડિત સહિતના ખોટી રીતે ડિરેક્ટર બન્યા, આ પ્રમાણે વિદ્યાર્થીઓ નાટક રજૂ કરીને વિદ્યાર્થીઓની ફી પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના મળતિયાઓને સેટ કરવા માટે લીધી હોવાનું નાટક કરી આક્ષેપ કર્યો છે.

રજીસ્ટ્રારે કાર્યવાહીની ખાતરી આપી.

ઈન્ચાર્જ કુલપતિ ઓફિસમાંથી રવાના થઈ ગયા છે. તેમજ તપાસ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. સાંજ સુધીમાં કાર્યવાહી કરવાની ઇન્ચાર્જ કુલપતિ દ્વારા ખાતરી આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande