ભાવનગર એલસીબીનો દારૂના જથ્થા પર દરોડો: રૂ. 5.61 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને પ્રોહિબિશન ગુનામાં વધુ એક મહત્વની સફળતા મળી છે. વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સીદસર ગામ બસ સ્ટેન્ડ નજીક જાહેર રોડ પરથી ભારતીય બનાવટના વિદ
દારૂ સાથે ઝડપાયેલ આરોપી


ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને પ્રોહિબિશન ગુનામાં વધુ એક મહત્વની સફળતા મળી છે. વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સીદસર ગામ બસ સ્ટેન્ડ નજીક જાહેર રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. 5,61,904નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે અગાઉ દારૂના ગુનામાં પકડાયેલ રોમેશ દિનેશભાઈ પરમાર કિયા કારમાં પાયલોટિંગ કરી રહ્યો છે અને તેની પાછળ સ્વિફ્ટ ડિઝાયર કારમાં પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.દરોડા દરમિયાન મેઘરાજ ઉર્ફે પવન વિજયભાઈ પરમાર, રહે. ઘાસીનગર, સરદારનગર, અમદાવાદને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે રોમેશ દિનેશભાઈ પરમાર, સુમીત સુનીલભાઈ પરમાર અને રોહિત પ્રદીપભાઈ રાઠોડ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે આરોપી પાસેથી રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ રિઝર્વ વ્હિસ્કીની 1,536 બોટલ, એક વિવો મોબાઇલ ફોન અને સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત કુલ રૂ. 5,61,904નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, આધાર કાર્ડ અને પ્રેસ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે.

આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande