વરસાદના અભાવે બરડા પંથકમાંપાણીની કટોકટી, મેઢાક્રિક ડેમ ભરવાની ખેડૂતોની માંગ.
પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ચાલુ ચોમાસામાં પૂરતો વરસાદ નહીં વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વરસાદના અભાવે આગોતરું વાવેતર કરેલી મગફળી સહિતના પાકમાં સિંચાઈ માટે પાણીની તીવ્ર જરૂરિયાત ઊભી થઈ છે.જો આગામી દિવસોમાં વરસાદ નહ
વરસાદના અભાવે બરડા પંથકમાંપાણીની કટોકટી, મેઢાક્રિક ડેમ ભરવાની ખેડૂતોની માંગ.


પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ચાલુ ચોમાસામાં પૂરતો વરસાદ નહીં વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વરસાદના અભાવે આગોતરું વાવેતર કરેલી મગફળી સહિતના પાકમાં સિંચાઈ માટે પાણીની તીવ્ર જરૂરિયાત ઊભી થઈ છે.જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.બરડા પંથકની જીવાદોરી સમાન મિયાણી નજીક આવેલો મેઢાક્રિક ડેમ હાલમાં પૂરતા પાણી વિના હોવાથી ખેડૂતો હવે સૌની યોજના હેઠળ ડેમમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી રહ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે મેઢાક્રિક ડેમ ભરાશેતો સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનશે અને પાકને બચાવી શકાશે.મિયાણી, ટુકડા, ભાવપરા, વડાળા, વીસાવાડા સહિતના અનેક ગામોના ખેડૂતોનેઆ ડેમનો સીધો લાભ મળે છે. હાલ વરસાદની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે ડેમમાં પાણી છોડવામાં આવે તો હજારો એકર વિસ્તારમાં ઉભેલા પાકને જીવતદાન મળી શકે તેમ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.ખેડૂતોએ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગને વહેલી તકે નિર્ણય લઈ સૌની યોજના હેઠળ મેઢાક્રિક ડેમ ભરવાની માંગ કરી છે, જેથી બરડા પંથકના ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવી શકાય અને ચોમાસુ પાક સુરક્ષિત રહી શકે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande