કુતિયાણા પોલીસે રૂ.1.08 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) કુતિયાણા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.જી.માથુકીય તથા સર્વેલન્સ સ્ટાફવાય.એસ.વાળા, અલ્તાબ હુસેનભાઈ, અશ્વિનવેજાભાઈ, વિજય ખીમાણંદભાઈ અને મેરૂભાઈ હાજાભાઈ સહિતના પોલીસ સ્ટાફે પ્રોહિબિશનવિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા રૂ.1,08,850નીકિ
કુતિયાણા      પોલીસે         રૂ.1.08 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો


કુતિયાણા      પોલીસે         રૂ.1.08 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો


પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) કુતિયાણા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.જી.માથુકીય તથા સર્વેલન્સ સ્ટાફવાય.એસ.વાળા, અલ્તાબ હુસેનભાઈ, અશ્વિનવેજાભાઈ, વિજય ખીમાણંદભાઈ અને મેરૂભાઈ હાજાભાઈ સહિતના પોલીસ સ્ટાફે પ્રોહિબિશનવિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા રૂ.1,08,850નીકિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપીપાડી એક આરોપીની ધરપકડ કરી છે.

જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસને ખાનગી બાતમીના આધારે કડેગી ગામથી અમીપુર તરફ જતા રોડ પરવાવા સીમ વિસ્તારમાં બાવળની કાંટમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.

પોલીસે સ્થળપરથી 269 નાની-મોટી દારૂની બોટલો તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,08,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે ભરત જોધાભાઈ કોડીયાતર , રહે. કડેગીની ધરપકડ કરીછે. જ્યારે વિજય મુરૂભાઈ કોડીયાતર અને લખન મુંજાભાઈ કોડીયાતરને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande