સિહોરની સરકારી આઈ.ટી.આઈ.માં ચોથા રાઉન્ડના પ્રવેશ શરૂ, 14 ઓગસ્ટ સુધી મળશે તક
ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.)સિહોરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે પ્રવેશ સત્ર-2026 અંતર્ગત ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિવિધ ટેકનિકલ ટ્રેડમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ તક હોવાનું સંસ
Ai ફોટો


ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.)સિહોરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે પ્રવેશ સત્ર-2026 અંતર્ગત ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિવિધ ટેકનિકલ ટ્રેડમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ તક હોવાનું સંસ્થાના આચાર્યશ્રીએ જણાવ્યું છે.

આ પ્રવેશ પ્રક્રિયા હેઠળ તા. 7 ઓગસ્ટથી 14 ઓગસ્ટ, 2026 દરમિયાન ઉપલબ્ધ બેઠકો પર 'વહેલા તે પહેલાના ધોરણે' પ્રવેશ આપવામાં આવશે. વેલ્ડર, ટર્નર, કોપા (COPA) અને પ્લમ્બર જેવા રોજગારલક્ષી ટ્રેડમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આ તમામ ટ્રેડ ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા હોવાથી તાલીમ પૂર્ણ કર્યા બાદ રોજગારી તેમજ સ્વરોજગારીની સારી તકો ઉપલબ્ધ બનતી હોય છે.

સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને વધુ સુવિધા મળે તે માટે પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે વિનામૂલ્યે ભરી આપવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા સરળ અને પારદર્શક રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ સંસ્થાના સ્ટાફ દ્વારા આપવામાં આવશે.

આચાર્યશ્રીએ જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ હજુ સુધી કોઈ ટ્રેડમાં પ્રવેશ મેળવી શક્યા નથી અથવા ટેકનિકલ શિક્ષણ દ્વારા ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગે છે તેઓએ સમયસર આ તકનો લાભ લેવો જોઈએ. ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો સાથે સરકારી આઈ.ટી.આઈ., સિહોરનો રૂબરૂ સંપર્ક કરી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

વધુ માહિતી, ઉપલબ્ધ બેઠકો અને અરજી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સિહોર ખાતે રૂબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રીએ અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande