જિલ્લામાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી થશે
સોમનાથ, 07 ઓગસ્ટ (હિ.સ.) ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અને અને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાનના સુચારુ આયોજન અને વ્યવસ્થા માટે કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાની
જિલ્લામાં તા.૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન


સોમનાથ, 07 ઓગસ્ટ (હિ.સ.) ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અને અને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાનના સુચારુ આયોજન અને વ્યવસ્થા માટે કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ હાથ ધરાનાર વિવિધ પ્રવૃત્તિઓ અને આયોજનોની વિસ્તૃત ચર્ચા કરી તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 12 ઓગસ્ટના રોજ આંબેડકર પાર્ક વેરાવળ થી સ્વામિનારાયણ મંદિર, સટ્ટાબજાર થઈ ટાવર ચોક સુધીની તિરંગા યાત્રા યોજાશે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ સ્કૂટર રેલી અને સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ જ ઉજવણીના સંદર્ભમાં 13 ના રોજ પોલીસ બાઈક રેલીનું આયોજન કરાયું છે તેમજ 14 ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના સંદર્ભમાં આંબેડકર પાર્ક, વેરાવળ ખાતેથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશના નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય અને દેશની આઝાદી વખતની સ્થિતિની જાણકારીથી અવગત થાય તે માટે આ બન્ને દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તમામ ઉજવણીના પ્રારંભે ‘વંદે માતરમ્’ના ગીતનું સમૂહગાન કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા તેમજ જિલ્લા કક્ષાએ થનાર તિરંગા યાત્રાના આયોજન અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યાં હતાં અને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું.

શહીદના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ આબાલવૃદ્ધો સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી ગીર સોમનાથ જિલ્લામાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા, કેન્ડલ માર્ચ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

14 ઓગસ્ટે સાંજે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’નો ખાસ કાર્યક્રમ પણ યોજાશે અને વીર શહીદોને નમન કરવા અને જવાનોનો આભાર માનવા માટે તિરંગા યાત્રાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ દિવસની ઉજવણી સંદર્ભે કોડિનાર, સૂત્રાપાડા, ગીરગઢડા સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ જગ્યાએ તિરંગા લગાવી રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવામાં આવશે.

આ રાષ્ટ્રીય પર્વમાં જિલ્લાના તમામ તાલુકાઓ, ગામડાઓ અને નગરપાલિકાઓમાં પણ સ્થાનિક કક્ષાએ રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો અને ધાર્મિક સંસ્થાઓ પણ ઉત્સાહભેર જોડાશે.

આ ઉજવણી સંદર્ભે જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણાએ બેઠકમાં વિસ્તૃત વિગતો આપી હાથ ધરાનાર આયોજનોની છણાવટ કરી હતી.

આ બેઠકમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલ, જિલ્લાની નગરપાલિકાના પ્રમુખઓ, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ જોડાયા હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande