જુના સાવર ગામે નવી પીએચસીનું લોકાર્પણ: ગ્રામ્ય આરોગ્યસેવાને મળશે નવી ગતિ
અમરેલી,07 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું લોકાર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેનના હસ્તે
જુના સાવર ગામે નવી પીએચસીનું લોકાર્પણ: ગ્રામ્ય આરોગ્યસેવાને મળશે નવી ગતિ


અમરેલી,07 ઓગસ્ટ (હિ.સ.)

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું લોકાર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નવનિર્મિત પીએચસી શરૂ થતાં જુના સાવર સહિત આસપાસના ગામોના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ હવે પોતાના વિસ્તારની નજીક જ ઉપલબ્ધ બનશે. અહીં સામાન્ય સારવાર, માતા-બાળ આરોગ્ય સેવા, રસીકરણ, નિયમિત આરોગ્ય તપાસ, વિવિધ રોગોના નિદાન તેમજ અન્ય પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે ગ્રામજનોને સારવાર માટે દૂર સુધી જવાની મુશ્કેલીમાં ઘટાડો થશે.

પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા માટે સતત પ્રયાસશીલ છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રના વિકાસથી ગ્રામ્ય જનતાને સીધો લાભ મળશે અને આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેને પણ આરોગ્ય વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ હોસ્પિટલની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને લોકોને આરોગ્ય સેવાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande