પોરબંદર શહેરમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા મહાનગરપાલિકાની ફૂડ શાખાનું સઘન ચેકિંગ.
પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર શહેરમાં પ્રતિબંધિત એનાલોગ ડેરી પ્રોડક્ટ્સના વેચાણ, વપરાશ, સંગ્રહ અને વિતરણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયર સાગર મોદીની સૂચ
પોરબંદર શહેરમાં એનાલોગ ડેરી         પ્રોડક્ટ્સ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા મહાનગરપાલિકાની ફૂડ શાખાનું સઘન ચેકિંગ.


પોરબંદર શહેરમાં એનાલોગ ડેરી         પ્રોડક્ટ્સ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા મહાનગરપાલિકાની ફૂડ શાખાનું સઘન ચેકિંગ.


પોરબંદર શહેરમાં એનાલોગ ડેરી         પ્રોડક્ટ્સ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા મહાનગરપાલિકાની ફૂડ શાખાનું સઘન ચેકિંગ.


પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર શહેરમાં પ્રતિબંધિત એનાલોગ ડેરી પ્રોડક્ટ્સના વેચાણ, વપરાશ, સંગ્રહ અને વિતરણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયર સાગર મોદીની સૂચના તથા મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટરના અધિકારી હર્ષ પરમાર તથા પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાના અધિકારી વિજય ઠકરાર, રાજ છાત્રોડીયા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ તથા ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. રેલવે સ્ટેશન રોડ, પાંજરાપોળ રોડ, એસ.વી.પી. રોડ, સુદામા રોડ, એમ.જી. રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી એનાલોગ પનીર, બટર, ચીઝ સહિતની અન્ય ડેરી પ્રોડક્ટ્સનો વપરાશ, સંગ્રહ તથા વિતરણ ન કરવા અંગે પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલ પરિપત્ર સંબંધિત વેપારીઓ તથા સંચાલકોને આપવામાં આવ્યો હતો. આ સાથે પ્રતિબંધિત એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ અંગે જરૂરી સૂચનાઓ આપી તેનો કડક અમલ કરવા તાકીદ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન વેજિટેબલ ફેટ બટર તથા વાસી પનીરનો આશરે 10 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત વાસી તથા પડતર સ્થિતિમાં ફ્રિજમાં રાખવામાં આવેલ ઈડલી, પાંઉ, ચટણી, બાફેલા બટેટા, સ્પ્રિંગરોલ, દાઝેલું તેલ તથા મસાલા સહિતનો આશરે 85 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. આમ, કુલ 95 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યજથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે તે માટે રેસ્ટોરન્ટ, ડેરી અને ખાદ્યચીજોના વ્યવસાય સાથે સંકળાયેલા એકમોમાં નિયમિત ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande