ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે જનજાગૃતિનો સંદેશ નશા મુક્ત ભારતના સંકલ્પનું અભિયાનનું થયું ઉદ્ઘાટન
- વ્યસનમુક્તિ માટે અપીલ કરી પરિવાર, શાળા અને દેશને નશામુક્ત બનાવવાનો લોકોએ લીધો દૃઢ સંકલ્પ ભરૂચ,07 ઓગસ્ટ (હિ.સ.) સમાજને વ્યસનમુક્ત કરવા અને નશા મુક્ત ભારતના સંદેશને ઘરે-ઘરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન ઝાડેશ્વર બ્રહ્મ
ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે જનજાગૃતિનો સંદેશ નશા મુક્ત ભારતના સંકલ્પનું અભિયાનનું થયું ઉદ્ઘાટન

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે જનજાગૃતિનો સંદેશ નશા મુક્ત ભારતના સંકલ્પનું અભિયાનનું થયું ઉદ્ઘાટન

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે જનજાગૃતિનો સંદેશ નશા મુક્ત ભારતના સંકલ્પનું અભિયાનનું થયું ઉદ્ઘાટન

- વ્યસનમુક્તિ માટે અપીલ કરી પરિવાર, શાળા અને દેશને નશામુક્ત બનાવવાનો લોકોએ લીધો દૃઢ સંકલ્પ

ભરૂચ,07 ઓગસ્ટ (હિ.સ.) સમાજને વ્યસનમુક્ત કરવા અને નશા મુક્ત ભારતના સંદેશને ઘરે-ઘરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશા મુક્ત પ્રતિજ્ઞા મહા અભિયાન” અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું

આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસનમુક્તિના પવિત્ર સંકલ્પ સાથે કરવામાં આવી હતી.

ઉપસ્થિત તમામ લોકોએ પોતાના જીવનમાં કોઈપણ પ્રકારના નશાનો ત્યાગ કરવાનો અને પોતાના પરિવાર, શાળા, સમાજ તેમજ દેશને વ્યસનમુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો દૃઢ સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સમગ્ર દેશમાં નશા મુક્ત ભારતના સંદેશ સાથે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવા માટે ઉપસ્થિત સહુને આહ્વાન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande