જૂનાગઢ આઈ.ટી.આઈ. (મહિલા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ, 07 ઓગસ્ટ (હિ.સ.) : પર્યાવરણની જાળવણી અને સંવર્ધનના શુભ આશય સાથે જૂનાગઢ આઈ.ટી.આઈ. (મહિલા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, RFO પિન્ટુબેન ગુજરાતી તેમજ ડિસ્ટ્રીકટ સ્કીલ ઓફીસર ભદ
જૂનાગઢ આઈ.ટી.આઈ. (મહિલા)  ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


જુનાગઢ, 07 ઓગસ્ટ (હિ.સ.) : પર્યાવરણની જાળવણી અને સંવર્ધનના શુભ આશય સાથે જૂનાગઢ આઈ.ટી.આઈ. (મહિલા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, RFO પિન્ટુબેન ગુજરાતી તેમજ ડિસ્ટ્રીકટ સ્કીલ ઓફીસર ભદોરીયા દ્વારા ઉપસ્થિત સૌને વૃક્ષોનું પર્યાવરણીય મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે વૃક્ષોના વાવેતર સાથે તેની યોગ્ય જાળવણી અને ઉછેર કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણને હરિયાળું બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. જૂનાગઢના પ્રિન્સિપાલ ભગીરથસિંહ જાળીયા તેમજ મહિલા આઈ.ટી.આઈ.ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને કર્મચારીઓ દ્વારા સંસ્થાના ગાર્ડનમાં વિવિધ ઉપયોગી છોડ/વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande