જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
જુનાગઢ, 07 ઓગસ્ટ (હિ.સ.) : સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન સંદર્ભે આજ રોજ કલેકટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક યોજાઈ હતી. હર ઘર તિરંગા
જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા


જુનાગઢ, 07 ઓગસ્ટ (હિ.સ.) : સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન સંદર્ભે આજ રોજ કલેકટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક યોજાઈ હતી.

હર ઘર તિરંગા અભિયાન અન્વ્યે જૂનાગઢ શહેરમાં આગામી તા.૧૪ ઓગસ્ટના રોજ સવારે ૮ કલાક થી ત્રિરંગા યાત્રા યોજાશે. જે શહેરના નરસિંહ મહેતા તળાવ થી સરદાર પટેલ ચોક સુધી યોજાશે.તેમજ તા.૧૪ ઓગસ્ટના રોજ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં પ્રદર્શન, લઘુ ફિલ્મોનું સ્ક્રીનિંગ, નાટ્ય પ્રસ્તુતિઓ તેમજ વિભાજનની શોકભરી યાદમાં બે મિનિટનું મૌન પાળીને કેન્ડલ લાઈટ માર્ચ નું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત તા.૧૦ થી ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સમગ્ર જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવામાં આવશે.જેમા રેલી, શાળા-કોલેજોમાં સ્પર્ધાઓ,સરકારી કચેરીઓમાં ત્રિરંગા લહેરાવવામાં આવશે અને વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ હર ઘર તિરંગા અભિયાન અને'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ના સુચારુ આયોજન માટે જરુરી સૂચનાઓ અને દિશાદર્શન કર્યુ હતુ. તેમણે રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ રહે તેની ખાસ કાળજી લેવા માટે પણ સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડ, ડીવાયએસપી પટ્ટણી, ડીવાયએસપી પરમાર, જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande