ગુજરાત હાઈકોર્ટના મોટા ફેરફારો: કચ્છની અદાલતોના પાંચ જજને પ્રમોશન, ભુજના જજની બોટાદ બદલી
કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિનિયર સિવિલ જજ કેડરના ન્યાયિક અધિકારીઓની બદલી અને પ્રમોશન અંગે મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં કરવામાં આવેલા આ ફેરફારોમાં કચ્છ જિલ્લાના ન્યાયિક તંત્રને પણ નોંધપાત્ર અસર થઈ છ
કચ્છના ન્યાયતંત્રમાં જજની બદલીના આદેશ


કચ્છના ન્યાયતંત્રમાં જજની બદલીના આદેશ


કચ્છના ન્યાયતંત્રમાં જજની બદલીના આદેશ


કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિનિયર સિવિલ જજ કેડરના ન્યાયિક અધિકારીઓની બદલી અને પ્રમોશન અંગે મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં કરવામાં આવેલા આ ફેરફારોમાં કચ્છ જિલ્લાના ન્યાયિક તંત્રને પણ નોંધપાત્ર અસર થઈ છે. ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, લખપત અને રાપરમાં ફરજ બજાવતા પાંચ જજોને પ્રમોશન સાથે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે ભુજમાં ફરજ બજાવતા એક સિનિયર જજની બોટાદ ખાતે બદલી કરવામાં આવી છે.

હાઈકોર્ટના આદેશ મુજબ ભુજમાં એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) તરીકે ફરજ બજાવતા ઇલિયાસખાન કાલેખાન પઠાણને પ્રમોશન આપી ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભુજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મુન્દ્રામાં એડિશનલ સિવિલ જજ અને JMFC તરીકે ફરજ બજાવતા સુદીપ્ત પાલને એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મુન્દ્રા તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

લખપતના પ્રિન્સિપલ સિવિલ જજ અને JMFC હરપ્રીત સિંહને પ્રમોશન આપી ભુજ ખાતે ચોથા એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગાંધીધામમાં એડિશનલ સિવિલ જજ અને JMFC તરીકે ફરજ બજાવતા અભિષેક સાહુને નવમા એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ગાંધીધામ તરીકે બઢતી આપવામાં આવી છે.

રાપરના પ્રિન્સિપલ સિવિલ જજ અને JMFC અમિત મહેન્દ્રભાઈ પટડિયાને પ્રમોશન સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), ભુજમાં ફુલ-ટાઈમ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભુજમાં બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા જ્યોતિ વીરત બુદ્ધાની બદલી કરીને તેમને બોટાદના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નોટિફિકેશનમાં ભુજ કોર્ટમાં આંતરિક પોસ્ટિંગ પણ જાહેર કરવામાં આવી છે. તે મુજબ રાહુલ સતીશભાઈ સિંગલને ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજમાંથી બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી કચ્છની વિવિધ અદાલતોમાં ન્યાયિક માળખામાં મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે અને નવી નિયુક્તિઓ બાદ ન્યાયિક કામગીરી વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande