'તેરા તુજકો અર્પણ' અભિયાનને દયાપર પોલીસની મોટી સફળતા: રૂ.11.21 લાખનો મુદ્દામાલ શોધી અસલ માલિકોને પરત આપ્યો
કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ પશ્ચિમ જિલ્લાના દયાપર પોલીસ સ્ટેશન દ્વારા રાજ્ય પોલીસના જનકેન્દ્રિત અભિયાન ''તેરા તુજકો અર્પણ'' અંતર્ગત વધુ એક નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી અને સતત તપાસના પરિણામે પોલીસએ ગુમ થયેલા તેમજ ચોરીમ
દયાપર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો


દયાપર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો


દયાપર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો


દયાપર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો


કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ પશ્ચિમ જિલ્લાના દયાપર પોલીસ સ્ટેશન દ્વારા રાજ્ય પોલીસના જનકેન્દ્રિત અભિયાન 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત વધુ એક નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી અને સતત તપાસના પરિણામે પોલીસએ ગુમ થયેલા તેમજ ચોરીમાં ગયેલા કુલ રૂ. 11.21 લાખથી વધુ કિંમતના મુદ્દામાલને શોધી કાઢી તેના અસલ હકદારોને પરત સોંપ્યો છે. આ કામગીરીથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

પોલીસે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને ગુમ થયેલા બે મોબાઇલ ફોન સફળતાપૂર્વક ટ્રેસ કર્યા હતા. તેમાં એક OPPO F30 અને એક VIVO T4 મોબાઇલનો સમાવેશ થાય છે. ઉપરાંત અગાઉ ચોરી થયેલા સોલાર પ્લેટોના મોટા જથ્થાની પણ તપાસ દરમિયાન ભાળ મેળવી પોલીસે કુલ 216 સોલાર પ્લેટ કબજે કરી હતી. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 11,21,000 થાય છે.

મુદ્દામાલ પરત મેળવ્યા બાદ તેના અસલ માલિકોને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને હવાલે કરવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી સામાન પાછો મળતા લાભાર્થીઓએ દયાપર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસની ઝડપી તથા પારદર્શક કામગીરીની પ્રશંસા કરી હતી.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. તપાસ અને રિકવરીની કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ પુણ્યોતમ બુરાભાઈ તેમજ લોકરક્ષક વિજયસિંહ મંગળસિંહ અને દશરથસિંહ ભૂપતસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સતર્કતા, ટેકનિકલ તપાસ અને સતત પ્રયાસોના કારણે કિંમતી મુદ્દામાલ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં સફળતા મળી હતી.

દયાપર પોલીસની આ કામગીરી માત્ર ગુમ થયેલો મુદ્દામાલ પરત અપાવવાની ઘટના પૂરતી મર્યાદિત નથી, પરંતુ પોલીસ દ્વારા ટેકનોલોજીના અસરકારક ઉપયોગ અને જનહિતને કેન્દ્રમાં રાખી કરવામાં આવતી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પણ બની છે. 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત આવી સફળતાઓથી સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ વધે છે કે ગુમ થયેલી અથવા ચોરી થયેલી મિલકતને શોધી પરત અપાવવા માટે પોલીસ સતત પ્રતિબદ્ધ છે અને આધુનિક સાધનોના સહારે વધુ અસરકારક પરિણામો પ્રાપ્ત કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande