
સાણંદ, 07 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક વડનગર ગામ પાસે આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં ગતરાત્રે આશરે 2.10 વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં મોટા પ્રમાણમાં ભંગાર અને સ્ક્રેપ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
સાણંદ નગરપાલિકાની ફાયર ટીમને આગ લાગવાની માહિતી મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર જવાનોએ ભારે જહેમત બાદ વહેલી સવારે આશરે 4.30 વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને કુલિંગની કામગીરી પણ પૂર્ણ કરી હતી. આ દુર્ઘટનામાં ફાયર ટીમની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ ન થતા મોટી રાહત થઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ