વિજાપુરના સાકાપુરામાં બાયોગેસ અને પુનઃપ્રાપ્ય ઊર્જા અંગે એક દિવસીય સેમિનાર યોજાયો
મહેસાણા, 07 ઓગસ્ટ (હિ.સ.) : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિજાપુર તાલુકાના સાકાપુરા ગામે ગ્રામ્ય સમૃદ્ધિ હેતુ બાયો
વિજાપુરના સાકાપુરામાં બાયોગેસ અને પુનઃપ્રાપ્ય ઊર્જા અંગે એક દિવસીય સેમિનાર યોજાયો


વિજાપુરના સાકાપુરામાં બાયોગેસ અને પુનઃપ્રાપ્ય ઊર્જા અંગે એક દિવસીય સેમિનાર યોજાયો


મહેસાણા, 07 ઓગસ્ટ (હિ.સ.) : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિજાપુર તાલુકાના સાકાપુરા ગામે ગ્રામ્ય સમૃદ્ધિ હેતુ બાયોગેસનું મહત્વ અને અમલીકરણ વિષય પર એક દિવસીય સેમિનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સાકાપુરા, વિજાપુર, ખરોડ, ભાવસોર, ભીમપુરા અને ગોવિંદપુરા સહિતના ગામોના કુલ ૧૨૦ જેટલા ખેડૂત ભાઈઓ અને ખેત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારમાં ખેડૂતોને બાયોગેસના ઉપયોગ, ગ્રામ્ય વિકાસમાં તેની ભૂમિકા તથા પુનઃપ્રાપ્ય ઊર્જાના વિવિધ વિકલ્પો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન સોલાર ઊર્જા, ખેતીની આડપેદાશોમાંથી બાયોચારનું ઉત્પાદન, પ્રાકૃતિક ખેતી હેઠળ ઉત્પાદિત પાકોના કાપણી પછીના વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક પેકિંગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડો. વી. એમ. મોદી, પ્રિન્સિપાલ અને ડીન, ડો. જે. એમ. મકવાણા, મદદનીશ પ્રાધ્યાપક, કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ, સ.દા.કૃ.યુ. દાંતીવાડા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટીના વિષય નિષ્ણાત (કૃષિ ઇજનેરી) રવિ એ. કાછડીયાએ ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પુનઃપ્રાપ્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande