એએમએ દ્રારા ફ્યુચર ફૂડ ઓફ ઈન્ડિયા: ધ ન્યુ સ્વદેશી મુવમેન્ટ વિષય પર કાર્યક્રમ આયોજન
અમદાવાદ, 07 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા આઈએફઈએ અને એસએનએસ ક્યુલિનરી સ્ટુડિયો ઈન્ડિયાના સહયોગથી આજે 7 ઓગસ્ટના રોજ બપોરે એએમએ ખાતે ફ્યુચર ફૂડ ઓફ ઈન્ડિયા – ધ ન્યુ સ્વદેશી મુવમેન્ટ વિષય પર એક ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ
એએમએ દ્રારા ફ્યુચર ફૂડ ઓફ ઈન્ડિયા: ધ ન્યુ સ્વદેશી મુવમેન્ટ વિષય પર કાર્યક્રમ આયોજન


અમદાવાદ, 07 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા આઈએફઈએ અને એસએનએસ ક્યુલિનરી સ્ટુડિયો ઈન્ડિયાના સહયોગથી આજે 7 ઓગસ્ટના રોજ બપોરે એએમએ ખાતે ફ્યુચર ફૂડ ઓફ ઈન્ડિયા – ધ ન્યુ સ્વદેશી મુવમેન્ટ વિષય પર એક ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં માસ્ટરશેફ અક્ષી જૈન દ્રારા “સ્વદેશી ગ્રેઝિંગ ટેબલ” પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત, ફ્યુચર ફૂડ ઓફ ઈન્ડિયા વિષય પર પેનલ ડિસ્કશન યોજાશે, જેમાં શેફ કિરણ પાટીલ (હોટેલ લી મેરિડિયન), અર્પણ કોલોત્રા (ડિરેક્ટર, પંચાલ ડેરી પ્રાઇવેટ લિમિટેડ - શાર્ક ટેન્ક ફેમ), સોમરાજ સિંહ ઝાલા (ગુજરાતના પૂર્વ રજવાડા સાયલાના વારસદાર), શીતલ ભટ્ટ (લેખક - ‘સાઇલન્ટ ક્યુઝીન્સ’ અને સ્થાપક - TheRoutetoRoots.com), અમી બ્રહ્મભટ્ટ (હેડ, અમોયા એગ્રીફૂડ), સનંદન (સેન્ડી) સુધીર (પ્રેસિડેન્ટ અને સીઈઓ, ઓન2કૂક ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને સહ-સ્થાપક, ઈન્વેન્ટઈન્ડિયા ઈનોવેશન્સ પ્રાઈવેટ લિમિટેડ) પોતાના વિચારો રજૂ કરશે.

આ પેનલ ડિસ્કશનનું સંચાલન અનિલ મુલચંદાની (લેખક, ફ્રીલાન્સ પત્રકાર, ફૂડ ક્રિટિક અને આઈએફઈએના સ્થાપક દ્રારા કરવામાં આવશે. કાર્યક્રમમાં સ્વદેશી ફૂડ શોકેસ અને તેની સાથે ચા-ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande