‘હર ઘર તિરં ગા’ અભિયાનને સફળ બનાવવા શહેર ભાજપની બેઠક.
પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) આગામી ‘હર ઘર તિરંગા’અભિયાન અને તિરંગા યાત્રાને સફળ આયોજનને લઈને પોરબંદર શહેર ભાજપની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતના તિવારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.બેઠકમાં અભિયાનને વધુ વ્યાપક અને સફળ બના
‘હર ઘર તિરં ગા’ અભિયાનને સફળબનાવવા શહેર ભાજપની બેઠક.


‘હર ઘર તિરં ગા’ અભિયાનને સફળબનાવવા શહેર ભાજપની બેઠક.


પોરબંદર, 07 ઓગસ્ટ (હિ.સ.) આગામી ‘હર ઘર તિરંગા’અભિયાન અને તિરંગા યાત્રાને સફળ આયોજનને લઈને પોરબંદર શહેર ભાજપની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતના તિવારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.બેઠકમાં અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે વિવિધ આયોજન અંગેવિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.શહેરના તમામ કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી સાથે વધુમાં વધુ નાગરિકો સુધી રાષ્ટ્રપ્રેમનો સંદેશ પહોંચે તેમજ તિરંગા યાત્રાને ભવ્ય, શિસ્તબદ્ધ અને જનભાગીદારી પૂર્ણ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી.બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ કપિલ કોટેચા, સહ ઇન્ચાર્જ અનિલ મોતીવરસ, સુનિલ મોઢા, શહેર મહામંત્રી નરેન્દ્ર કાણકિયા, શહેર ઇન્ચાર્જ ધર્મેશ પરમાર, શહેર ભાજપની ટીમ તથા શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande