વાઘોડિયા રોડ પર રહેણાંક મકાનમાં ઘૂસી વિશાળ પાટલા ઘો, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે ઝડપી પાડી
વડોદરા, 07 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં વિશાળ કદની પાટલા ઘો ઘૂસી આવતા પરિવારજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળતાપૂર્વક સરિસૃપનું રેસ્ક્યુ
પાટલા ગો


વડોદરા, 07 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં વિશાળ કદની પાટલા ઘો ઘૂસી આવતા પરિવારજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળતાપૂર્વક સરિસૃપનું રેસ્ક્યુ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, વાઘોડિયા રોડ નજીક આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બસંતભાઈના ઘરે વોશિંગ મશીનની પાછળ અંદાજે સાડા ત્રણ ફૂટથી વધુ લંબાઈની પાટલા ઘો જોવા મળી હતી. અચાનક સરિસૃપ દેખાતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો.

જાણ થતાં રેસ્ક્યુર નિતીન સોલંકી અને પ્રીતેશ સોલંકી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જરૂરી સાવચેતી અને કુશળતા સાથે તેમણે પાટલા ઘોને સુરક્ષિત રીતે પકડી કબ્જામાં લીધી હતી.

સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. બાદમાં પાટલા ઘોને તેના કુદરતી નિવાસસ્થાને સુરક્ષિત રીતે છોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ચોમાસાની ઋતુ દરમિયાન રહેણાંક વિસ્તારોમાં સાપ અને અન્ય સરિસૃપો દેખાવાની ઘટનાઓ વધતી હોવાથી નિષ્ણાતોએ નાગરિકોને ગભરાવાના બદલે તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande